સમગ્ર પાટીદાર સમાજ માં આ મુદ્દે આક્રોશ હોય આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના એ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માંગ ઉઠાવી
જેરામ વાંસજાળીયા નો પુત્ર અમરસી પટેલ છે બોગસ ટોલનાકા કેસ નો મુખ્ય આરોપી
ગાંધીનગર : તાજેતરમાં ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલ વઘાસીયા ટોલનાકાને સમાંતર બીજું નકલી ટોલનાક ઊભું કરી વાહન ચાલકો પાસેથી પૈસાનું ઉઘરાણું થતું હોવાનું મામલો સામે આવતા આ જગ્યાના માલિક અમરસિંહ પટેલ સહિત અન્ય આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા ઉમિયાધામ સિદસર નાં પ્રમુખ જેરામ વાંસડિયા ના પુત્ર અમરસિંહ પટેલ મુખ્ય આરોપી હોય
આ બનાવના પાટીદાર સમાજમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સંસ્થાના પ્રમુખ એવા જેરામ વાંસજાળીયા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પાટીદાર સમાજની લડાયક સંસ્થા આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આ ઘટનાની ગંભીરતાને લઈને કેસની ન્યાયિક તપાસમાં કોઈ અડચણ ન આવે તેમ જ સમાજની બદનામી ન થાય તે હતું થી ઉમિયાધામ શીદસરના પ્રમુખ પદેથી જેરામ વાંસજાળીયા એ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ પત્રકાર પરિષદ યોજીને ઉઠાવવામાં આવી છે.
આ બાબતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જીગ્નેશ કાલાવડીયા એ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એ રાષ્ટ્રવાદી વિચારોને વરેલો સમાજ છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રના મહાનાયક ના સીધા વારસદાર તરીકે પાટીદાર સમાજે નૈતિકતાના ઉચ્ચ મૂલ્યોનું પાલન કરીને અઢારે વરણને રાહ ચિંધવાનો હોય છે ત્યારે રાષ્ટ્રની તિજોરી ને સીધું નુકસાન પહોંચાડતી આ ઘટનામાં ઉમિયાધામ શીદસરના પ્રમુખ જેરામ પટેલ નાં પુત્ર ની સીધી સંડોવણી નજરે ચડતી હોય તેઓએ નૈતિકતાની પરંપરા ને અનુસરીને પોતાના પદ પરથી રાજીનામું આપીને દાખલો બેસાડવો જોઈએ
આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના રાષ્ટ્રવાદ ને વરેલી સંસ્થા હોય તેમ જ સમાજમાં સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે અને ઉત્કૃષ્ટ કોટીનું નેતૃત્વ મળી રહે તે હેતુથી પ્રેસના માધ્યમથી પાટીદાર સમાજને અપીલ કરે છે કે આ બાબતને ગંભીર ગણીને તમામ સંસ્થાના શ્રેષ્ઠિઓ તેમજ સમાજના બહેનો, માતાઓ વડીલો, યુવાનોએ સાથે મળીને એકતાનો નાદ બુલંદ કરી આ બાબતે આગળ આવવું જોઈએ.
આ પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર સમાજના યુવા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એક છે અને કાયમ માટે એક રહેવાનો જ અમારી માંગણી માત્ર અને માત્ર સમાજની એકતા અને નૈતિકતાને બનાવી રાખવાની છે સમાજ કોઈ એક વ્યક્તિની જાગીર ન બની જાય તે જોવાનું કામ આપણા સૌનું છે.
આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના ચિરાગ કાકડીયા એ આ તકે જણાવ્યું હતું કે અમે પાટીદાર સમાજના દરેક સંસ્થાના આગેવાન શ્રીઓને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે અને સમાજના હિતમાં જે સત્ય વાત હોય એ ઉજાગર કરે અમારી આ માંગ એ સમગ્ર પાટીદાર સમાજની માંગણી છે.
સમાજના તમામ વર્ગની માગણી છે અને આ બાબતે જો યોગ્ય નિર્ણય નહી લેવાય તો અગામી દિવસોમાં આગળની રણનીતિ નક્કી કરીને અમો આગળ વધીશું.