Latest

નિરાધાર બાળકોને મળી પરિવારની હુંફ..જિલ્લા કલેકટર દ્વારા દત્તક વિધાન થકી ત્રણ બાળકો વડોદરા તથા કચ્છના દંપતીઓને સોંપાયા

જામનગર, સંજીવ રાજપૂત: કલેક્ટર કચેરીના સંભાખડ ખાતે જિલ્લા કલેકટર ભાવીન પંડ્યા દ્વારા જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલ ત્રણ શિશુઓને દત્તક વિધાન થકી વડોદરા તથા કચ્છના દંપતીઓને સોંપાયા હતા. આમ CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ત્રણ શિશુઓને માં-બાપની હુંફ મળી છે

તો વડોદરા અને કચ્છના ત્રણ પરિવારો સંપુર્ણ બન્યાં છે.કચ્છના એક તથા વડોદરાના બે દંપતિઓએ જામનગરના આ ત્રણ બાળકોને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેકટર ભાવીન પંડ્યાના આદેશ બાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકોને કલેક્ટરના હસ્તે દતક વિધાન થકી તેના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.

દતકવિધાન વેળાએ બાળકને દત્તક લેનાર વડોદરાના વાલીએ હર્ષભેર જણાવ્યું હતુ કે બાળક દત્તક લેવા અંગે અમે નોંધણી કરી ત્યારથી લઈ અમને બાળક મળ્યુ ત્યા સુધી સ્થાનિક તંત્ર તથા કસ્તુરબા વિકાસ ગૃહે અમને ખુબ મદદ કરી. સરકારના વિવિધ વિભાગોએ અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો. તેમના આ સહકારને કારણે આજે અમારો પરીવાર પરિપૂર્ણ થયો છે. તેમ જણાવી દરેક અનાથ બાળકને વાલીરૂપી નાથ મળે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી.

વડોદરાના જ અન્ય એક વાલીએ જણાવ્યું કે અમે આજથી ત્રણ વર્ષ પહેલા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના માધ્યમથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી.અને આજે અમને બાળક નહી પરંતુ ખુશીઓ મળી છે. આજે અમારો પરિવાર સંપૂર્ણ બનતા અમે ખુબ જ ખુશ છીએ. આજે દુનિયામાં અનેક એવાં નિરાધાર બાળકો છે કે જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવાં દંપતી પણ છે કે જેઓ સંતતિ સુખથી વંચિત છે. ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે.તેમ જણાવી આવા બાળકોને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગર, બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો.

દત્તક વિધાન વેળાએ અધિક કલેક્ટર બી.એન.ખેર, સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન શેરશિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી તથા સમિતિના સભ્યો, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇ ડાંગર તથા કર્મચારીઓ, ખાસ દત્તક સંસ્થાના મેનેજર ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *