પાકિસ્તાન જેલ માંથી માછીમારે લખ્યો પત્ર
કોળી સમાજ ના આગેવાન રસિક ચાવડા સુધી પત્ર મોકલવા ઉલ્લેખ
અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ ભારત ના વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય ને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાતના વિશાળ દરિયાકાંઠે કોળી ખારવા મુસ્લિમ સમાજ જેવા સમાજો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. માછીમારી આ વિસ્તારના લોકોને રોજગારીનું સાધન છે.ભારત પાકિસ્તાન જળસીમાં નજીક માછીમારી કરવા સમયે અજ્ઞાનતા અને દિશાહીન થવાને કારણે પાકિસ્તાન જળસીમા માં પહોંચી જવાય છે. ત્યાં પાકિસ્તાન મરીન દ્વારા આ માછીમારોને બંદીવાન બનાવી જેલમાં કેદ કરવામાં આવે છે.
આવા માછીમારો સમયાંતરે ભારત પાકિસ્તાન ના આંતરરાષ્ટ્રીય કરારના નિયમ અનુસાર છોડવામાં આવતા હોય છે. પરંતુ હાલમાં પાકિસ્તાન જેલમાંથી એક પત્ર માછીમાર ભરતભાઈ બાભણીયા નામના માછીમારે પાકિસ્તાન જેલમાંથી લખેલ છે. અને તેમાં જણાવેલ છે કે કુલ 183 માછીમારોને ક્લિયરન્સ મળી ગયું છે જેમાં 148 જૂના માછીમારો ( 2021 /22 ) ના છે તેઓને 144 માછીમારોને ત્યાંની કોર્ટે 18/2/23 ના રોજ ક્લિયરન્સ આપી દીધું છે. ત્યારબાદ આ માછીમારોને કોર્ટમાં લઈ જવામાં આવતા નથી.
કોર્ટને એવી જાણકારી છે કે આ માછીમારોને છોડી દેવામાં આવ્યા છે. ત્યારે જેલ અધિકારીઓ દ્વારા આ માછીમારો ને આજ દિન સુધી છોડવામાં આવ્યા નથી તેવું પત્રમાં જણાવેલ છે. અને અમુક માછીમારો જેલ પ્રશાસન દ્વારા છુપાવી રાખવામાં આવ્યા છે અમુક માછીમારો છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેદ છે.તેમની પાછલ પકડાયેલ માછીમારોને છોડી નાખવામાં આવ્યા છે પરંતુ આ માછીમારોને હજી સુધી છોડવામાં આવ્યા નથી.આ માછીમારો શારીરિક અને માનસિક રીતે બીમાર પડ્યા છે. ત્યારે આ છુપાયેલ માછીમારોને છોડાવવામાં માટે પાકિસ્તાન જેલમાંથી પત્ર લખવામાં આવેલ છે.
રસિક ચાવડા દ્વારા પત્ર માં ભારત સરકાર દ્વારા પાકિસ્તાન ની અલગ-અલગ જેલોમાં કેદ ગુજરાતના માછીમારોને પાકિસ્તાન સ્થિત ભારત દુત્તાવાસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થાય અને જેલ અધિકારીઓ દ્વારા છૂપાવી રાખેલ માછીમારો ની ઓળખ કરી તેની વહેલી તકે છોડવામાં આવે તેવી માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીએ છે કે પાકિસ્તાનમાં કેદ માછીમાર ભરત બાંભણિયા દ્વારા અનેક રાજકીય આગેવાનો સુધી આ પત્ર પહોંચાડવા માંગ કરી હતી અને તેમાં ખાસ કરીને કોળી સમાજના આગેવાન એવા રસિક ચાવડા સુધી આ પત્ર પહોંચાડવા વિનંતી કરી હતી.આ અગાઉ શ્રી ચાવડાએ અનેક વખત માછીમારો માટે રજૂઆત કરી હતી અને તત્કાલના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ સાહેબને રૂબરૂ મળીને પણ માછીમારોને છોડાવવા માટે રજૂઆત કરી હતી.