વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિર્ઘાયુષ્ય માટે અંબાજી મંદિરની યજ્ઞશાળામાં નવચંડી યજ્ઞ યોજાયો
આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્ય જ નહીં પણ દેશભરમાં ઉજવી થઈ રહી છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય માટે અંબાજી મંદિરની યજ્ઞશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોની સરાહના કરીને આગામી સમયમાં વધુ આવા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવે તથા તેમના દીર્ઘાયુષ્ય માટે માં અંબેને પ્રાર્થના કરવાની સાથે નવચંડી યજ્ઞ કરી તેમાં આહુતિ આપવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિપીઠ અંબાજી ધામને પણ રેલ્વે માર્ગ સાથે જોડવાની જાહેરાત કરીને જે કામ વર્ષોથી નહોતું થયું તેવો મહત્ત્વનો નિર્ણય લઈ આ વિસ્તારને મોટી ભેટ આપી છે એટલું જ નહીં તેમના માનમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્યમાં 590 સ્થળોએ રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. જેમાં અંબાજી મંદિરના ચાચરચોકમાં પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિકૃતિ વાળી રામ મંદિરના થીમને લઈ રંગોળી બનાવી અંબાજી આવતા ભક્તોમાં નવું આકર્ષણ ઉભું કર્યું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી