Breaking NewsLatest

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ માં જન્મદિવસની ઉજવણી કરાઇ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિર્ઘાયુષ્ય માટે અંબાજી મંદિરની યજ્ઞશાળામાં  નવચંડી યજ્ઞ યોજાયો

   આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્ય જ નહીં પણ દેશભરમાં ઉજવી થઈ રહી છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય માટે અંબાજી મંદિરની યજ્ઞશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોની સરાહના કરીને આગામી સમયમાં વધુ આવા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવે તથા તેમના દીર્ઘાયુષ્ય માટે માં અંબેને પ્રાર્થના કરવાની સાથે નવચંડી યજ્ઞ કરી તેમાં આહુતિ આપવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિપીઠ અંબાજી ધામને પણ રેલ્વે માર્ગ સાથે જોડવાની જાહેરાત કરીને જે કામ વર્ષોથી નહોતું થયું  તેવો મહત્ત્વનો નિર્ણય લઈ આ વિસ્તારને મોટી ભેટ આપી છે એટલું જ નહીં તેમના માનમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્યમાં 590 સ્થળોએ રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. જેમાં અંબાજી મંદિરના ચાચરચોકમાં પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિકૃતિ વાળી રામ મંદિરના થીમને લઈ રંગોળી બનાવી અંબાજી આવતા ભક્તોમાં નવું આકર્ષણ ઉભું કર્યું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 654

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *