Latest

પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં યોજાઈ રેલી

જીએનએ જામનગર: વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રાજયભરમાં યોજાનારી બે દિવસીય યોગ શિબિર અંતર્ગત જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહથી ડી. કે. વી. સર્કલ સુધી રેલી યોજાઇ હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ રેલી જામનગર ખાતે યોગ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે પટેલ કોલોનીના વિવિધ માર્ગો પર રેલી ફરી ડીકેવી સર્કલ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ કરી પૂર્ણ થઈ હતી.

મેયર વિનોદભાઈ ખીમસુરીયા ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, સામાજિક આગેવાન આર કે શાહ, યોગ કોચ પ્રીતિબેન શુકલા, શ્રીમતિ જી.એચ.મહેતા સરકારી કન્યા વિદ્યાલય, હરિયા કોલેજ, ઓશવાળ સંકુલના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો આ રેલીમાં જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *