Latest

અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતેથી સિનિયર કેમેરામેન હર્ષેન્દુ ઓઝા માનભેર વયનિવૃત્તિ થયાં

અમદાવાદ, સંજીવ રાજપૂત: માહિતી વિભાગના વરિષ્ઠ સિનિયર કેમેરામેન હર્ષેન્દુ ઓઝા 31-10-2023 ના રોજ પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતેથી માનભેર વયનિવૃત્ત થયા. આ તકે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના અધિકારી-કર્મચારીઓએ વય નિવૃત્તિ લઈ રહેલા શ્રી હર્ષેન્દુ ઓઝાને નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે ભાવભીની વિદાય આપી.

વિદાય સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંપૂર્ણ સ્ટાફ પરિવાર વતી નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી હર્ષેન્દુ ઓઝાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ હર્ષેન્દુ ઓઝા સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા.

છેલ્લાં 30 વર્ષમાં માહિતી વિભાગમાં કેમેરામેન તરીકેની નોંધપાત્ર કામગીરી દ્વારા રાજ્ય-કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી લાભાન્વિત કરવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રી હર્ષેન્દુ ઓઝાના વિવિધ કાર્યપ્રસંગોને આ પ્રસંગે વાગોળવામાં આવ્યા.
શ્રી હર્ષેન્દુ ઓઝાની કેમેરા સ્કીલની સાથોસાથ આગવી કાર્યશૈલી, કોઠાસૂઝ, જનસંપર્ક કળા અને આત્મવિશ્વાસથી કાર્યો પાર પાડવાની કાર્યપદ્ધતિને માહિતી વિભાગની અલગ અલગ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓએ વાગોળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલાં 30 વર્ષોમાં કેમેરાના કસબી શ્રી ઓઝાએ રાજ્ય સરકારના અનેક મહત્વના કાર્યક્રમો, ઉપક્રમો અને યોજનાઓના પ્રચાર પ્રસારમાં પોતાની કેમેરા સાથેની અને કેમેરા સિવાયની જવાબદારીઓ અને આગવી કાર્યપદ્ધતિ દ્વારા સૌ અધિકારીઓ, કર્મચારીઓમાં પોતાની આગવી છાપ છોડેલી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *