Latest

પુત્રી જન્મનો સવાયો ઉત્સવ કરો ,:મોરારીબાપુ

લાઠીની માનસ શંકર કથાના પાંચમા દિવસે સવજીભાઈનું બહુમાન
લાઠી (તખુભાઈ સાંડસુર દ્વારા)

લાઠીના આંગણે યોજાયેલી રામકથા “માનસ- શંકરના પાંચમા દિવસે દરરોજના ઉપક્મ પ્રમાણે સમાજના વિવિધ ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપનાર મહાનુભાવોનું સન્માન થાય છે તે ઉપક્રમમાં આજે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાનું સન્માન થયું હતું.

સાથોસાથ આવું ભગીરથ કાર્ય કરવા બદલ કાઠી દરબાર સમાજ વતી યજમાન શ્રી ઘનશ્યામભાઈ શંકર અને દુલાભાઈ, તુલસીભાઈનું સન્માન કરવામાં આવ્યું.

પૂ. મોરારીબાપુ એ પોતાની વાણીને વહાવતા અને પાંચમા દિવસની કથાને આગળ લઈ જતા કહ્યું કે રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમયજ્ઞ છે અને મારી જીભ રામ નામ માટે પેટન્ટ થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં સર્વ જન હિતાય જે પ્રવૃત્તિ થાય છે તેમાં હું મારો રાજીપો રેડું છું.

બાપુએ કહ્યું કે પાંચ સમય કઠિન હોય છે જેમાં મરી જવું,જીવવું હોય ત્યારે મરવું પડે.પ્રેમ સુધી પહોંચવાનું સત્ય સ્વર્ગ છે.પ્રેમને સંકિણૅ ન સમજીએ પણ આપણે પ્રેમને શપહેલી તારીખને પ્રેમ દિવસ તરીકે ઉજવવો જોઈએ. ભગવાન ઈસુએ પ્રેમાવતાર છે.

પ્રેમતત્વ મહિમાવંત છે, તેથી કહેવાય છે કે’ સબ નર કરી પરસ્પર પ્રીતિ’ શ્રોતાઓ 14 પ્રકારના અને વક્તાઓ 10 પ્રકારના હોય છે.તેમાં માટી, પોપટ, ઘોડા, મનિશી, બિલાડી, મચ્છર, કાગડો, સર્પ વગેરેનું રૂપક શ્રોતાઓને અપાયું છે. જેની પાસે સત્ય છે તે અભય રહી શકે છે. આખા વિશ્વને પ્રેમ કરે તે ખરો વૈષ્ણવ હોય, નરસિંહ તેનું ઉદાહરણ છે. આખા જગતને પોતાનો પરિવાર સમજે તે શંકર. શંકર સાત પગલાં વચ્ચે ઘૂમી રહ્યાં છે. ભાગ્યની ત્રણ જગ્યાએ રેખાઓ હોય છે કપાળ હાથ અને પગમાં.વિદ્યા જ્યોતિષ વિદ્યા સાચી છેપરંતુ તેનો કોઈ ધર્મને મળે તો! સતી માટે જે જ્યોતિષ જોવામાં આવ્યું તે શતપ્રતિશત સાચું પડ્યું.

આજની કથા શિવચરિત્ર અને દક્ષનો યજ્ઞ અને સતીનું અગ્નિમાં હોમાઈ જવું અને પછી પુનઃ હિમાલયના ઘેર જન્મ લેવો તેની આસપાસ ચાલી હતી. સતી જ્યારે જન્મ લે છે ત્યારે હિમાલયના પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છે. તેથી જેમનાં ઘરે પણ પુત્રીનું અવતરણ થાય ત્યારે પુત્રથી પણ વધુ સવાયો અવસર બધાંએ ઉજવવો જોઈએ. શિવ વિવાહની કથા પૂરી કરીને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.

આજની કથામાં મહામંડલેશ્વર શ્રી સીતારામબાપુ ગોંડલ શ્રી અજયબાપુ જુનાગઢ શ્રી માધવદાસબાપુ ખારા વાળા, ઉદ્યોગપતિ શ્રી વસંતભાઈ ગજેરા તથા હીરા ઉદ્યોગના લખાણી ઈપેક્ષ પ્રોપાઇટર ઉપસ્થિત રહ્યાં હતાં કથા દરમિયાન કાર્યક્રમ સંચાલનની વ્યવસ્થાશ્રી મનીષ વઘાસીયા અને શ્રી દીપક રાજ્યગુરુ સંભાળી રહ્યાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *