Latest

ભાજપ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને માર્કેટ યાર્ડ ખાતે ઉમેદવારોના સેન્સ લેવાયા..

એબીએનએસ, એ.આર. પાટણ: રાધનપુર નગર પાલિકાના સાત વોર્ડ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં સાત વોર્ડ માટે લગભગ 100 થી વધુ ઉમેદવારો પોતાના બાયોડેટા સાથે પ્રદેશમાંથી નક્કી કરેલ આગેવાનો સમક્ષ રજૂઆત કરી હતી.

રાધનપુર નગર પાલિકામાં છેલ્લા બે ટર્મ થી કોંગ્રેસ કબજો કરે છે. નગર પાલિકા કબ્જે કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવેલ છે. પાલિકાના સાત વોર્ડ ના 28 ઉમેદવારો નક્કી કરવા માટે સોમવારના સવારે રાધનપુર માર્કેટ યાર્ડમાં હોલ ખાતે નગર પાલિકા ચુંટણીના પ્રભારી સ્નેહલ પટેલ,નિરીક્ષક દીપિકા બેન પ્રદેશ ભાજપ,સરદાર ભાઈ ધારાસભ્ય ખેંરાલુ, આશિષ ભાઈ દવે દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

નગરના સાત વોર્ડમાં ઉમેદવારી કરવા ઈચ્છુક લોકો પોતાના ટેકેદારો સાથે માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. પાલિકાના સાત વોર્ડ માં 100 જેટલા લોકો દ્વારા સેન્સ પ્રક્રિયા માં ભાગ લેવામાં આવ્યો હતો. બે ટર્મ થી કોંગ્રેસ ના શાસન દરમ્યાન શહેરમાં અનેક સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે

ત્યારે નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય અને લોકોને સુશાસન મળે તેના માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું સ્થાનિક આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *