Latest

બોટાદ: રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટાસ્ક ફોર્સ દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા સ્થળો પર આકસ્મિક ચેકિંગની કામગીરી કરવામાં આવી

૨૦  જેટલાં સ્થળો પર ૧૪ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૨૨ હજારથી વધુનો દંડ વસુલ કરાયો

જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ   બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. ત્યારે તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

  જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૨૦ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૪ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૨૨૮૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો  હતો.જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિનેતમાકુ નું વેચાણએ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુર્ની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫ ટકા ભાગમાં“તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે.”તેવું સચિત્ર ચેતવણી અને શાળાની આજુ બાજુમાં તમાકુ વેચાણ પ્રતિબંધિત જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ વગેરે સહિતની બાબતો આવરી લેવામાં આવી હતી.

  આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીશ્રી,પોલીસ વિભાગના અધિકારીશ્રી, તાલુકા સુપરવાઇઝરશ્રી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી       તેમ તાલુકા હેલ્થ ઓફિસરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *