સુરતના સચિન પારડી ખાતે આવેલી સ્વસ્તિક રેસીડેન્સીમાં આવેલ પ્લેટમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકોએ ફાયરને જાણ કરતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો..
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના સચિન પારડી ખાતે આવેલી સ્વસ્તિક રેસીડેન્સીના પ્લોટમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી.ઘરમાં આગ લાગતાં અફરતપરીનો માહોલ સર્જાયો હતો.
આગથી ઘરનો તમમાં માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.સદ નસીબે કોઈ જાન હાની થઈ ન હતી.સ્થાનિક લોકો દ્વારા ફાયર ને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પોચે તે પહેલાં પાડોશીએ ઘરનો દરવાજો થોડી ઘરના માલિકને બહાર કાઢી પ્રાતમિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડ ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્વસ્તિક રેસીડન્સમાં કોઈપણ પ્રકારના ફાયર સેફટી ના સાધનો લગાડવામાં આવ્યા નથી. જેથી ફાયર વિભાગને હાલાકી પડી હતી.અત્રે ઉલ્લેખીએ છે કે સુરતમાં ફરી તક્ષશિલા જેવી ઘટના ન બને તે માટે ફાયર વિભાગ દ્રારા કઈ કાર્યવાહી કરી નોટિસો ફટકારવામાં આવેશે કેમ એ જો રહ્યું..
સચિન પારડી ખાતે આવેલ સ્વસ્તિક રેસીડેન્સિમાં આગની ઘટના.
ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
ઘરનો તમામ માલ સામાન બળીને ખાખ..
સોસાયટી માં કોઈ જાતની ફાયર સિસ્ટમ લાગી નહીં.
શોટ સર્કિટ ના કારણે લાગી આગ…
આનંદ ગુરવ સુરત.