જામનગર, સંજીવ રાજપૂત: શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલયમાં જામનગર પોલીસ દ્વારા કાયદાકીય માહિતી અને સાઇબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય કાયદાની જાણકારી પોસ્કો તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો. જેમાં પોલીસ અધિકારી ડીવાયએસપી નયનાબહેન ગોરડિયા, બેડી મરીનના પી.એસ.આઇ વી.એન પોપટ સાથે કોન્સ્ટેબલ દક્ષાબહેન પરમાર તેમજ શિવાનીબા જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.
નયનાબહેન ગોરડિયાએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અવેરનેશ, જીપીએસસી વિશે માર્ગદર્શન, પોલીસ વિભાગની કામગીરી, કાયદાકીય માર્ગદર્શન તેમજ અધિકારી તરીકે પોતાનો અનુભવ જણાવ્યો હતો. ઉપસ્થિત અધિકારી દ્વારા વિદ્યાલયના વિદ્યાર્થીઓથી ખુબ પ્રભાવિત થયા. આ તકે વિદ્યાલય દ્વારા તમામ અધિકારીનું સન્માન કરાયું.
આ કાર્યક્રમમાં વિદ્યાલયના નિયામક શ્રી જયશ્રીદીદી, આચાર્યો તેમજ ધોરણ ૮,૯,૧૦ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ નું સંચાલન વિદ્યાલયના આચાર્ય હેમાંશુભાઈ પરમારએ કર્યું હતું .આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં કાયદાકીય સમજ તેમજ તેનાથી બચવાનું માર્ગદર્શન મળ્યું હતું.