અમદાવાદ, સંજીવ રાજપૂત: ગાંધી જયંતિના શુભ અવસર પર ગુજરાત રાજ્યમાં ભારતીય સૈન્ય દ્વારા 01 ઓક્ટોબર 2023ના રોજ બાપુને સ્વચ્છાંજલિ તરીકે મેગા સ્વચ્છતા અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ગુજરાતમાં તૈનાત 10,000 કરતાં વધુ સૈનિકો, આર્મી પબ્લિક સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય અને કેન્ટોનમેન્ટ બોર્ડના 5,000 બાળકોએ તેમાં ભાગ લીધો હતો.
અમદાવાદની તમામ શાળાઓમાં 30 સપ્ટેમ્બર 2023ના રોજ એક વર્કશોપ દ્વારા નાની વયના બાળકોના માનસને રી-સાઇકલ, રીયુઝ (પુનઃઉપયોગ) અને રીસ્ટોર (પુનઃસ્થાપિત) કરવાના ફાયદા તેમજ સ્વચ્છતાની દિશામાં વાળવામાં આવ્યા હતા.
ત્યારપછી 01 ઓક્ટોબર 2023ના રોજ, લોકપ્રિય રિવર ફ્રન્ટ રોડ તેમજ વ્યસ્ત ડફનાલા એરપોર્ટ રોડ પર 2000થી વધુ નાના બાળકો દ્વારા રી-સાયકલ, રીયુઝ અને રીસ્ટોર માટે નાગરિકોના હૃદયને પ્રેરિત કરવા માટે એક કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતમાં બાળકો દ્વારા 2 કિમી લાંબી માનવ સાંકળ બનાવવામાં આવી હતી.
સૈનિકો દ્વારા કેન્ટોન્મેન્ટ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી સદર બજારમાં ચિલ્ડ્રન પાર્ક, એરપોર્ટ રોડની બાજુમાં રમતના મેદાન, CGI કેન્ટોન્મેન્ટ બોર્ડ સ્કૂલ અને અમદાવાદ કેન્ટોન્મેન્ટની નજીકમાં આવેલા કચરાના ઢગલા જેવા અનેક જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. મેઘાણી નગર વિસ્તારમાં કચરા ઢગલાઓના કારણે એરપોર્ટની સુરક્ષાને અસર કરતા પક્ષીઓનું ઘણું જોખમ જોવા મળે છે ત્યાં પણ સફાઇ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં પોસ્ટરો અને પ્લેકાર્ડ્સ દ્વારા રહેવાસીઓમાં જાગૃતિ લાવવામાં આવી હતી.
ધ્રાંગધ્રા. ધ્રાંગધ્રા સૈન્ય સ્ટેશનની બહાર એક વિશાળ સ્વચ્છતા અને પર્યાવરણીય ટકાઉક્ષમતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓમાં અમૃત સરોવર પુનરોત્કર્ષ અભિયાન, ધ્રાંગધ્રા વાટિકાની સફાઈ, રીસાયક્લિંગ મેળો, રિડ્યુસ, રીસાયકલ અને રીયુઝ વર્કશોપ, હેરિટેજ કૂવાની સફાઈ અને ચેક-ડેમના પુનરોદ્ધારનો સમાવેશ થાય છે.
ગાંધીનગર. ગાંધીનગર સૈન્ય સ્ટેશન ખાતે, સૈનિકો અને પરિવારોએ સાથે મળીને કેન્ટોનમેન્ટની અંદર અને તેની આજુબાજુના વિસ્તારો સ્વચ્છ કર્યા હતા અને ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. તેમણે ગાંધીનગરના સેક્ટર 28માં સમર્પણ મૂક બધીર શિશુ વિદ્યામંદિરની સફાઈ કરી હતી.
જામનગર. જામનગર સૈન્ય સ્ટેશન દ્વારા નાગરિક પ્રશાસનિક અને NCCના સંકલનમાં રણજીત સાગર ડેમ, લાખોટા તળાવ અને અમૃત સરોવરમાં નિંદણ અને સફાઈ હાથ ધરવામાં આવી હતી, રી-સાયકલિંગ માટે કપડાં એકઠા કરવામાં આવ્યા હતા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સૌએ પ્રતિજ્ઞા લીધી હતી.
ભુજ. ભુજમાં કેન્ટોન્મેન્ટના વિસ્તારો અને આસપાસની શાળાઓ સહિત સ્મૃતિ ભવન ભૂકંપ સ્મારક ખાતે આવી જ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. શાળાના બાળકો સાથે મળીને સૈનિકોએ બાપુના “સ્વચ્છ ભારત”ના સપનાંને સાકાર કરવા માટે દિલથી