Latest

શ્રદ્ધાનું સન્માન: અંબાજી પદયાત્રા માટે અમદાવાદના ડૉ. પંકજ નાગરને અમેરિકા બુક ઓફ રેકૉર્ડ એવોર્ડ

ડૉ. પંકજ નાગરની ૩૫ વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને અમેરિકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી: કોરોના મહામારીમાં પણ વણથંભી રહી ડૉ. પંકજ નાગરની પદયાત્રા

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૨૩ સપ્ટેમ્બર થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. માં અંબામાં અતૂટ આસ્થા શ્રદ્ધા ધરાવતા લાખો માઇભક્તો આ મેળા દરમિયાન માં ના દર્શન કરી ધન્યતા અનુભવશે, ત્યારે કેટલાક માઇભક્તો એવા છે કે જેમણે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાર્થક કરી બતાવી છે. આવા માઇભક્તોએ એકધારી અવિરત અને વણથંભી અંબાજી પદયાત્રા કરી તેની રજતજયંતિ કરતા પણ વધુ વર્ષોથી પોતાની શ્રદ્ધા ટકાવી રાખી છે.

આવા માઇભક્તોએ આસ્થાની આ દોટને હિમાલયની ટોચ જેટલું ઊંચું સ્થાન આપી અનેક માઇભક્તો માટે પ્રેરણા સ્ત્રોતરૂપી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ માં અંબા પ્રત્યેની તેમની શ્રદ્ધા આસ્થા ડગી નથી. અને જગત જનની માં અંબાએ પણ પોતાના ભક્તો પર કૃપા વરસાવતા તેમની આ શ્રદ્ધાનું ફળ તેમને આપ્યું છે. આવા જ એક માઇભક્ત એટલે અમદાવાદના ડૉ. પંકજભાઈ નાગર… કે જેઓ સતત ૩૫ વર્ષથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરવા આવે છે. માં અંબા પ્રત્યેની તેમની આ અનોખી અતૂટ શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે

અને તેમની અવિરત અંબાજી પદયાત્રાને અમેરિકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઈ છે. તેમની આ અદભૂત અને વિરલ સિદ્ધિને શ્રી પંકજભાઈએ પણ માં અંબાના આશીર્વાદ ગણાવી જ્યાં સુધી શરીરમાં હામ રહેશે ત્યાં સુધી અંબાજી માના દર્શને આવીશ એવા આત્મવિશ્વાસ સાથે માં અંબા પ્રત્યે અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

તેમણે પોતાની ૩૫ વર્ષની પદયાત્રાના સ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે છેક ૧૯૮૮ થી પોતાની પ્રથમ પદયાત્રા તેમણે પત્ની ગીરા નાગર સાથે શરૂ કરેલી. ત્યારબાદ તેમની આ અવિરત આસ્થારૂપી પદયાત્રામાં તેમનો ડોકટર પુત્ર રોહન નાગર, પુત્રી રચના, અને લગભગ ૧૫ મિત્રોનું ગૃપ જોડાયેલુ છે. સમયાંતરે  કેટલાક પદયાત્રી છુટા પડયા/ બદલાયા અને નવા જોડાયા પરંતુ માત્ર ડો.પંકજ નાગરની અંબાજી પદયાત્રા અવિરત ચાલુ રહી છે. 34 વર્ષના વહાણા વાઈ ગયા જેમાં કેટલીયવાર પ્રતિકૂળ સંજોગો સર્જાયા,  માં એ પરીક્ષા કરી અને યાત્રા ન થઈ શકે એવા સંજોગો ઉભા થયા પરંતુ તેમણે માં અંબા પ્રત્યેની ભક્તિ ટકાવી રાખી. કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન અંબાજી ખાતે મેળો યોજાઈ શક્યો ન હતો. પણ ડૉ. પંકજભાઈની પદયાત્રા ચાલુ રહી હતી. અને માનવ કલ્યાણ તેમજ વિશ્વને કોરોના જેવી મહામારીમાંથી ઉગારવા માં અંબાને પ્રાર્થના કરવા તેઓએ કોરોનાના સમયમાં પણ તેમની પદયાત્રા ચાલુ રાખી માં ના દર્શને આવ્યા હતા.

ચાલુ વર્ષે ૩૫ મી અંબાજી પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરવા શ્રદ્ધા આસ્થાનું હિમાલય શિખર સર કરવાની તૈયારી સાથે આવનારી તા.૨૦/૦૯/૨૦૨૩ ના રોજ નીકળશે. ત્યારે તેમની આ વિરલ સિદ્ધિની નોંધ અમેરિકા બુક ઓફ રેકોર્ડસમાં લેવાઈ છે. તેમણે પોતાના આ સન્માનને માં અંબાના આશીર્વાદ ગણ્યા હતા અને માં અંબા એ જ આટલા વર્ષ સુધી તેમની શ્રદ્ધા ટકાવી રાખી છે તેમ કહ્યું હતું. તેમણે આ 34 વર્ષની યાત્રાના સ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે એકવાર અસહ્ય ગરમીમાં ગબ્બરની ટોચે ચડવાનું હતું.

પગના તળિયા બળી જાય એવી ગરમી હતી અમે એક ડગલું ચાલી શકીએ એમ ન હતા. ત્યારે અમે હળવા થવા ચા પીવા બેઠા અને વાત વાતમાં ચા વાળા ભાઈ એ કહ્યું કે માં અંબા બધું સારું કરશે. અને એના શબ્દોએ ચમત્કાર સર્જ્યો હોય એમ કાળા વાદળો ઉમટી આવ્યા અને ધોધમાર વરસાદ વરસી પડ્યો. માં એ કેટલીય વાર અમારી પદયાત્રાની અડચણોને આશીર્વાદમાં પલટી અમારી શ્રદ્ધાને નવું બળ પૂરું પાડ્યું છે. વધુમાં તેમણે રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવતા આયોજન અને વ્યવસ્થાઓની સરાહના કરી હતી.

ડો.પંકજ નાગરે ૩૫-૩૫ પદયાત્રા માટે LBR,IBR અને ૨૦૨૩ માં અમેરીકા બુક ઓફ રેકોરડ સાથે ત્રણ એવોર્ડ્સ મેળવનાર માત્ર એક જ પદયાત્રી છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *