Latest

શિવ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરતી જામનગર શહેર બીજેપી

જામનગર: મહાદેવ મિત્ર મંડળ તથા હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા જામનગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા બેડી ગેઈટ ખાતે આ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવેલ. તથા આશુતોષ મહારાજ ની પાલખી ને વધાવી મહાદેવ ને પુષ્પહાર અને પુષ્પ અર્પણ કરવામાં આવેલ.

આ તબક્કે શહેર અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, સાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, પૂર્વ મેયર અને પવન હંસ ના ડાયરેકટર અમીબેન પરીખ, દિનેશભાઈ પટેલ, વેપારી અગ્રણી જીતુભાઈ લાલ, મહાદેવ મિત્રમંડળના રાજુભાઈ મહાદેવ, કોર્પોરેટર શ્રીઓ, શહેર સંગઠનના હોદેદારો, શીક્ષણ સમિતિના સભ્યો, વિવિધ મોરચા પ્રમુખ, પદાધિકારીઓ, વોર્ડ સમિતિના પદાધિકારી, હોદેદારો સહિત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શિવશોભા યાત્રાનું ભવ્ય સ્વાગત કરેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *