વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસ થી સ્થાનિક વેપારીઓ તેમના ધંધા રોજગાર અને આજીવિકા માટે સંઘર્ષ કરે છે. જુના સોમનાથ મંદિરની સામે આવેલ રસ્તા માંથી ભાવિકો દર્શન કરી બહાર નીકળતો રસ્તો બંધ કરી નવો રસ્તો ખોલતા,વેપારીઓ ના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે.
સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર ને શનિવાર ના રોજ વેપારીઓ ની મહિલાઓ તથા બાળકો મળી અને ન્યાય માટે ખોળો પાથરી આજીજી કરી હતી.જનરલ મેનેજર એ મંગળવાર સુધી માં યોગ્ય નિર્ણય કરી જણાવવા ખાત્રી આપી હતી. પણ ટ્રસ્ટ તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી.શોપિંગ સેન્ટર ના વેપારીઓ એ આજે સોમનાથ મંદિર વિસ્તાર માં રોજગારી કમાતાતમામવેપારીઓ, પાથરણા, ફોટોગ્રાફર, ફોટા ચોપડી વાળા શ્રમજીવી ની એક મિટિંગ રાખી હતી.
જેમાં ઘણા બધા આગેવાનો એ હાજરી આપી હતી. અને એક અવાજે તમામ બાબતે સહકાર આપવાની ખાત્રી આપી હતી. અને આજે તમારી ઉપર અન્યાય થયો છે. કાલે કોઈ અન્ય સાથે થાય.સોમનાથ માં રોજગારી કમાતા તમામ વેપારીઓ એક છત નીચે આવી સંગઠિત થવા સુર નીકળ્યો હતો.હવે જોવું રહ્યું કે આગળ શું થાય છે
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ