વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે સોમનાથ શોપિંગ સેન્ટર ની સામે ભાવિકો ને મંદિર માંથી બહાર નીકળવા નો રસ્તો બંધ થઈ જતાં, વેપારીઓ ના ધંધા રોજગાર ઠપ્પ મામલે સોમનાથ ના વેપારીઓ નું છેલ્લા ઘણા દિવસ થી મૌન આંદોલન ચાલી રહ્યું છે.
અને છેલ્લા ત્રણ દિવસ થી અચોક્કસ મુદત સુધી દુકાનો બંધ કરી, ધરણા પર બેસી ગયા છે.ધારાસભ્ય એ શોપિંગ ના વ્યાજબી માંગણી ની રજૂઆત ટ્રસ્ટ ના સેક્રેટરી અને જનરલ મેનેજર ને અગાઉ પણ કરી છે. પણ કોઈ જવાબ નથી. તેવું જણાવ્યું હતું.અને સ્થાનિક ગામવાસીઓ ની આજીવિકા માટે ટ્રસ્ટ નું વલણ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
તેમજ આ ગામ ના ભવિષ્ય માટે દરેક સમાજે એક છત નીચે આવી, પોતાના અધિકાર માટે સંગઠિત થવું પડશે. નહીં તો ભવિષ્ય ના માટે બધાજ સમાજ માટે મુશ્કેલી થાય તેવું જણાવેલ હતું.અંત માં હું એક ધારાસભ્ય તરીકે નહીં પણ માનવતા માટે અહીં આવ્યો છું. તેવું જણાવેલ હતું.
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ