શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે એસટી ડેપો આવેલો છે, આ એસટી ડેપોથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બસનું સંચાલન થઈ રહ્યું છે.
સરકાર શ્રીનાં સ્વચ્છતાનાં અભિગમ અને નિગમની સૂચના અનુસાર અંબાજી એસ.ટી ડેપો દ્વારા મુસાફર જાગૃતિ માટે તમામ કંડકટર મિત્રો ને આહવાન કરતા તમામ કંડકટર મિત્રોએ આ બીડું ઝડપી અને બસ અને બસ સ્ટેશન સ્વચ્છ રહે તે હેતુસર આવનારા આખા માસમાં આજ મુજબ બસ માં મુસ્ફરોને કચરો નાં કરવા આગ્રહ કરશે
અને મુસાફર જનતાને સાફ બસો માં મુસાફરી માટે ડેપો થકી સ્વચ્છ બસ ઉપલબ્ધ થશે,અને આ સ્વચ્છ બસ અને કંડકટર મિત્રોનાં સફાઈ
નાં આગ્રહ થકી નિગમની સ્વચ્છ બસો અને બસ સ્ટેશનો માટે સ્ટાફ કટિબદ્ધ છે.અંબાજી ગુજરાતનો સૌથી છેલ્લો બસ ડેપો છે ત્યારબાદ રાજસ્થાન રાજ્ય શરૂ થાય છે. અંબાજી એસટી ડેપોમાં રઘુવરસિંહ ચૌહાણની સુંદર કામગીરી જોવા મળી રહી છે જય ભેરુ નાથ
અંબાજી પ્રહલાદ પૂજારી