“સુખનુ સરનામુ” વિષય પ્રેરણાદાયી બનશે
આ સાથે એક જુલાઈના દિવસે બીએપીએસ મંદિર ખાતે વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમ યોજાશે
ગઢડા(સ્વામીના) મુકામે ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર અને સરકારમા ક્લાસ વન અધિકારી તરીકે સેવા આપી ચૂકેલા તથા અત્યાર સુધીમા 33 જેટલા પુસ્તકોના લેખક અને સોશિયલ મિડિયામા “આજની વાર્તા” દ્વારા પ્રસિદ્ધ વકતા શૈલેષભાઇ સગપરિયાનુ વક્તવ્ય યોજાશે.
આ કાર્યક્રમ આગામી તા.23-7-24, મંગળવારે રાત્રે 8:30 થી 10:30 દરમિયાન ગઢડા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, ટેકરા ઉપર યોજાશે. જેમા “સુખનુ સરનામુ” વિષય ઉપર પોતાના પ્રવચનો દ્વારા હજારો લોકોને પ્રેરણા પૂરી પાડનાર ઉત્તમ વક્તા, વિચારક, લેખક અને માર્ગદર્શક શૈલેષભાઈ સગપરિયા પોતાના વક્તવ્યનો લાભ આપશે. વર્તમાન સમયમા માણસે અઢળક સંપત્તિ અને સુવિધાઓ પ્રાપ્ત કરી હોવા છતા પણ કંઈક ખૂટતું હોય એવું લાગે છે.
આ ખૂટતું તત્વ એટલે “સુખનું સરનામું”. આ કાર્યક્રમનો લાભ લેવા ઇચ્છુકોને તારીખ 21 જૂલાઈ સુધીમા પોતાની વિગત સાથે મોબાઈલ નંબર 6352023916 ઉપર વોટ્સએપ રજીસ્ટ્રેશન કરી આપવા તેમજ વધારે માહિતી માટે મહાવીરભાઈ ખાચર તથા મનીષભાઈ રાજ્યગુરુનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
આ સાથે ગઢડા સ્વામી બીએપીએસ મંદિર ખાતે વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ ગઢપુરમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી છેલ્લા 20 વર્ષથી વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે જેમાં આ વર્ષે તારીખ 21 જુલાઈ 2024 રવિવારના રોજ સમય સવારે 9:00 કલાકે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં આ વિસ્તારમાં સારી રીતે ઉતરી શકે એવા ફળ ઝાડ જમરૂખ સીતાફળ દાડમ જાંબુ વગેરે 5000 રોપાનો વિતરણ કરવામાં આવશે એનો લાભ લેવા તેમજ અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે
રિપોર્ટર જયરાજ ડવ બોટાદ