ભાવનગર જિલ્લામાં તા.૧૭ સુધી ગ્રામ્ય સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટે કેમ્પનું આયોજન
માન.મુખ્યમંત્રીશ્રીનાં જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત કે જે તા.૨૪/૦૪/૨૦૦૩ થી થયેલ હતી તેને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થતા સરકારશ્રી દ્વારા એપ્રિલ માસનાં ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવેલ છે. સરકારશ્રીનાં લોકાભિમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી આ કાર્યક્રમ અંતર્ગત ૧૧ એપ્રિલ થી ૨૯ એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહનો અવેરનેસ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત/ તાલુકા સ્વાગત/ જિલ્લા સ્વાગત આયોજન કરવામાં આવનાર છે.
જેમાં તા.૧૧/૦૪/૨૦૨૩ થી તા.૧૭/૦૪/૨૦૨૩ સુધી ગ્રામ સ્વાગત માટેનાં પ્રશ્નો સ્વીકારવા માટેનાં કેમ્પનું આયોજન, તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૨૬/૦૪/૨૦૨૩ સુધી તાલુકા સ્વાગતનું આયોજન અને તા.૨૭/૦૪/૨૦૨૩ નાં રોજ જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સ્વાગત માટેનાં કેમ્પમાં સંબંઘીત તલાટી કમ મંત્રીશ્રીને, તાલુકા સ્વાગત માટે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા જિલ્લા સ્વાગત માટે કલેકટર કચેરી ખાતે રજુ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.