Latest

નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષ નિમિતે સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાઈ પત્રકાર પરિષદ

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી શક્ય બન્યો છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ

ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ 2020માં કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ગુજરાતમાં 48 જેટલી શાળાઓમાં 48 લાખ જેટલા વિધાર્થીઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબનું શિક્ષણ મેળવી રહ્યા છે. કેન્દ્રીય વિધ્યાલયની પ્રાથમિકતા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કારણે શક્ય બન્યુ છે.

ધ્રાંગધ્રા આર્મી કેમ્પસની કેન્દ્રીય વિદ્યાલયમાં આજરોજ એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ ડૉ. મમતાસીગ, ધ્રાંગધ્રા કેન્દ્રીય વિદ્યાલયના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ મનીષ પરમાર, ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયના વાઇસ પ્રિન્સિપાલ ઉષાબેન તેમજ આર્મી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ અસ્મિતાબેન ઉપસ્થિત રહ્યા હતા. ધ્રાંગધ્રા કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં નવી શિક્ષણ નીતિને કારણે શિક્ષણમાં આવેલ ફેરફાર વિશેની માહિતી આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ ભારતની ઘણી શાળાઓમાં કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે.ત્યારે દેશની આ શિક્ષણ નીતિ થકી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં સારી સફળતા પણ મળી છે. વિદ્યાર્થીઓમાં રહેલ કૌશલ્ય બહાર આવે તે સ્કિલ ડેવલોપમેન્ટ થકુ તે આગળ વધે તે માટે આ શિક્ષણ નીતિ મદદરૂપ થઈ રહી છે.

છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાલયોમાં પણ ખાતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ ની ત્રણ વર્ષની સફળતા અને શિક્ષામાં થયેલ ફેરફારની માહિતી આપવા આવી હતી. આજે યોજાયેલ યોજાયેલ પત્રકાર પરિષદ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલિકરણથી બાળકોની શિક્ષામાં થયેલ બદલાવ વિશે જાણકારી આપી હતી.

નવી નીતિ ભારતને એક વાઇબ્રન્ટ નોલેજ સોસાયટી અને વૈશ્વિક જ્ઞાન મહાસત્તામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી છે. વિધાર્થીઓને રૉટ લર્નિંગને બદલે આલોચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહીત કરીને તેમનો સર્વાંગી વિકાસ કરે છે. વિધાર્થીઓમાં સમજણ અને સંખ્યા સાથે વાંચનમાં નિપુણતા માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પહેલ કરાઈ છે.

શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યવસાયિક વિષય સમાવેશ કરવામાં આવેલ છે સાથે પ્રી- વોકેશનલ કૌશલ્યો જેમ કે સુથારીકામ, ઇલેક્ટ્રિશિયન, માટીકામ સહિતના વિષયોને સમાવિષ્ટ કરવામાં આવેલા છે. વિધાર્થીઓને શિક્ષણ માટે ડેસ્કટોપ/ લેપટોપ/ ટેબ્લેટ. ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને Wi- Fi નેટવર્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં નવી શિક્ષણ નિતી અમલમાં આવ્યા બાદ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ અને કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો એ પણ આ નીતિ થકી પોતાના વિચારો રજૂ કર્યા હતા

બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *