Latest

ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે કારોબારી ચેરમેનનીવરણી કરાય

ભાજપ અગ્રણી હોદ્દેદારોએ હાજરી આપી ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રમુખ ઉપ પ્રમુખની ઉપસ્થિતિમાં ગારીયાધાર તાલુકા પંચાયત કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી . આ સમગ્ર વગણીના કાર્યક્રમમાં ભાજપ સંગઠનના અગ્રણીઓ હાજર રહ્યા હતા .

જેમાં તાલુકા પંચાયતના હોદ્દેદારોએ હાજરી આપી હતી . આમ કારોબારી સમિતિના ચેરમેન તરીકે વેળાવદર તાલુકા પંચાયત સીટ પરથી સતત બે ટર્મથી ચુટાઇ આવતા અને અગાવ તાલુકા પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી બહોળો અનુભવ ધરાવતા સર્વ સમાજની સાથે હળીમળીને રહેતા તેવાં કનુભાઇ સાંડસુરની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ શાસક પક્ષના નેતા તરીકે શીતલબા ગોહિલ અને દંડક તરીકે મુક્તાબેન વશરામભાઈ મુંજપરા ની વરણી કરાઈ હતી . . .

આમ આ તકે ભાજપ ના સદસ્યો તેમજ શહેર-તાલુકા ભાજપ સંગઠનનાં હોદેદારો.કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા . . આ તકે નવા નિમાયેલા હોદ્દેદારોએ ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામ માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવું કહ્યું હતું .

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

1 of 140

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *