Latest

ગુજરાત માં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત તેજ બનાવાશે : જિજ્ઞેશ કાલાવડિયા

ગુજરાતમાં તાકાતવર સંગઠન નાં નિર્માણ માટે 15 ડિસેમ્બર થી શરૂ થશે સદસ્યતા અભિયાન

દરેક જિલ્લામાં પત્રકાર સ્નેહ મિલન નું આયોજન : ગાંધીનગર ખાતે મળેલ ABPSS ની કોર કમિટી બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો

ગાંધીનગર : ગાંધીનગરના અખબાર ભવન ખાતે આજરોજ મળેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) ની પ્રદેશ કોર કમિટીની બેઠક મળી હતી જેમાં ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત તેજ બનાવવા માટેની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી.

આ પ્રદેશ કોર કમિટી ની બેઠકમાં ઉપસ્થિત રહેલા સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાએ જણાવ્યું હતુ કે દેશનાં 20 થી વધુ રાજ્યોમાં પત્રકારો નાં હિત માટે સતત સંઘર્ષરત સંગઠન નાં ગુજરાત વ્યાપી વિસ્તરણ માટે તમામ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 15 ડિસેમ્બર થી સ્નેહ મિલન કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે જેની શરૂઆત જામનગર જિલ્લા થી કરવામાં આવશે. સંગઠન સાથે જોડાયેલા પત્રકારો નાં સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતમાં પત્રકારો પર અસામાજિક તત્વો ની કનડગત વધી રહી છે ત્યારે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેના એકમાત્ર સહારા તરીકે કાર્યરત છે. સરકાર દ્વારા નાના અને મધ્યમ અખબારો નો એકડો કાઢી નાખવાની નીતિનો તેમણે વિરોધ કર્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મ પર એક્ટિવ વ્યક્તિઓ માટે પણ યોગ્ય પોલીસી બનાવવા તેઓ સરકાર સમક્ષ માંગ રાખશે. સંગઠન નું પ્રદેશ માળખું હાલ તુરંત વિખરી નાખવાનો નિર્ણય સર્વ સંમતિ થી લેવામાં આવ્યો હતો અને 33 જિલ્લાની યાત્રા બાદ સક્રિય પત્રકારો નો સમાવેશ કરી તેનું પુનર્ગઠન કરવામાં આવશે.

આજની બેઠકમાં નેશનલ કાઉન્સિલ મેમ્બર બાબુલાલ ચૌધરી, મીનહાજ મલિક, દિનેશભાઈ ગઢવી, સુજલ મિશ્રા,ધવલ માકડિયા, સમ્રાટ બૌદ્ધ,મુસ્તાક દિવાન,બહાદુરસિંહ પરમાર, જનકસિહ નેહરા, નુરુદ્દીન કપાસી, પંકજ પટેલ,ઈમ્તિયાઝ ગજન, અશોક ખાંટ,ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજયવીર યાદવ, દિનેશભાઇ શર્મા, દશરથભાઇ કાટીયા, જયંતિભાઇ ઠાકોર સહિતનાં પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *