Latest

વલભીપુર નજીક કાળમુખા ટ્રકે ચારનો ભોગ લીધો

વલ્લભીપુર નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ચારનાં કરુણ મોત

વલ્લભીપુર ઉમરાળા રોડ પર લક્ષ્મી પેટ્રોલ પંપ સામે સીયાજ કાર અને ડમ્પર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

અકસ્માતમાં કારમાં સવાર ત્રણનાં ઘટના સ્થળે કરુણ મોત થયા હતા એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ

લક્ષ્મી પેટ્રોલ પંપ સામે ગમખ્વાર અકસ્માતમાં એકજ પરિવારનાં માતા,પિતા,પુત્ર એમ ત્રણ સભ્યોનાં ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા એક ગંભીર રીતે ઈજાગ્રસ્તને સર.ટી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા

કાર સવાર પરિવાર લાઠી નજીકનાં જરખીયા ગામનાં આહીર સમાજનાં ભુવા પરિવાર હોવાની મળતી માહિતી

મૃત્યુ પામનારામાં ( ૧ ) જીલુભાઈ ભુવા પોતે ઉવ.37 રહે.જરખિયા
( ૨ ) ગીતાબેન જીલુભાઈ ભુવા  ઉવ.36 રહે.જરખીયા
( ૩ ) શિવમ જીલુભાઈ ભુવા ઉમ.15 રહે.જરખીયા ના ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યા મૃત્યુ થયા

જ્યારે મૃતક જિલુભાઈ ના ભત્રીજા શુભમ સામતભાઈ ભૂવા ને ગંભીર હાલતમાં ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પણ કંમ નસીબે ટૂંકી સારવાર દરમિયાન શુભમ પણ જિંદગીની બાજી હારી ગયો

અકસ્માત એટલો ભયંકર હતો કે  મરણ ચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો મૃતકોની લાશો બહાર કાઢવા માટે કાર ના પતરાઓ તોડવા પડ્યા હતા

અકસ્માતની જાણ થતા વલ્લભીપુર આહીર સમાજનાં ભરતભાઈ ડાંગર અને યોગેશભાઈ ડાંગર ઘટના સ્થળે દોડી ગયા

અકસ્માતની દુઃખદ ઘટનાને પગલે  આહીર સમાજ અને જરખીયા ગામમાં ઘેરા શોક સાથે અરેરાટી ફેલાઇ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *