સવારથી માહોલ બંધાયો હતો અને ઝરમર તેમજ ઝાપટા વરસ્યા હતા અને બપોર પડતા જ મેઘરાજા તોફાની ઇનિંગ્સ રમવા ઉતર્યા હોય તેમ ધોધમાર વરસાદ પડ્યો હતો સાથે વીજળીના કડાકા ભડાકા પણ શરૂ થયા હતા. વલ્લભીપુર માં 4 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે વલભીપુરમાં આવેલું ભુતનાથ મહાદેવ મહાદેવનાં પટાંગણમાં અને શિવલિંગ પણ પાણીમાં ડૂબી ગયેલ હતું વલભીપુરમાં બારપરા વિસ્તારમાં સ્કૂલેથી વિદ્યાર્થીઓ આવી રહ્યા હોય ત્યારે વલભીપુર નગરપાલિકાની ગટર લાઈન ના ઢાંકણા ખુલીને પાંચ પાંચ દસ દસ ફૂટ જેટલા દૂર જતા રહ્યા હતા
એ વિસ્તાર એક એકદમ ઢાળ વાળો છે આખા ગામનું પાણી ત્યાંથી પસાર થાય છે એક વિદ્યાર્થીએ તો એક કુંડીમાં ફસાતા ગામ લોકોએ હાથ પકડીને ખેંચી લીધી ત્યારબાદ ઢાંકણું ગોતીને તેની ઉપર ત્રણ ચાર લોકો ઉભા રહ્યા અને પથ્થર મોટા મોટા મુક્યા અને વલભીપુર એક જર્જરિત મકાન વર્ષો થી છે તે ની દીવાલ પણ ધરાશાય.થઈ વરસાદના કારણે. ગામ લોકો ની અવરજર નહોતી એટલે કોઈ જાણ હાની થય નથી.
અને ત્યાં થી પસાર થઈ રહ્યા હતા કે વલભીપુરમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોની કેવી તકલીફ છે તે વિસ્તાર વાઇસ જાણતા હતા ત્યારે વલ્લભીપુર નાં પત્રકારે વલ્લભભાઈને બોલાવીને મકાન બતાવેલું વલ્લભીપુર નગરપાલિકા નાં સદસ્ય વલ્લભભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હું અત્યારે જ પાલિકાએ જાઉં છું ચીફ ઓફિસર સાહેબ સાથે વાત કરું છું અને જેસીબી ની સગવડ કરીને સ્થળ પર નોટિસ આપેલ હોય તો આને જર્જરીત મકાનને પાડવાનું કહું છું
રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર