Latest

“વસુધૈવ કુટુમ્બકમ”નો વિચાર અંગદાન સંબંધિત કલંકને હટાવશે : મુખ્યમંત્રી

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 817 લોકોને અંગદાનની મદદથી નવજીવન મળ્યું છે

કપિલ પટેલ દ્વારા અમદાવાદ

અંગદાન વિશે વધુ જરૂરિયાત પર ભાર મુકતા ગુજરાતના  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે “વસુધૈવ કુટુંબકમ” એટલે કે “આખું વિશ્વ એક પરિવાર છે”ની ભારતીય ફિલસૂફી મૃતક અને બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારને આવા સભ્યના અંગોનું દાન કરવા જેવા ઉમદા હેતુ માટે પ્રેરણા આપશે, તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે અને અંગદાન સંબંધિત કલંકને હટાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે”

“જેમ આપણા  વડપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી હમેશા “વસુધૈવ કુટુમ્બકમ”ના વિચાર પર ભાર મુકે છે, તેમ જ આખા વિશ્વને એક કુટુંબ અને કુટુંબને આપણું પોતાનું માનવું યોગ્ય છે.પોતાની પ્રિય વ્યક્તિને ગુમાવી દેવા જેવા કપરા સમયમાં આવા નિર્ણયો લેવા મુશ્કેલ છે, પણ આ જ સમજ અંગદાન જેવા મહત્વપૂર્ણ નિર્ણય લેવા સરળ બનાવે છે. અને એટલે જ એના માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે.
વધુમાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ગુજરાતમાંથી 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઈન ડેડ વ્યક્તિઓના પરિવારોએ અંગદાનનો નિર્ણય લીધો હતો જેના કારણે રાજ્યમાં કુલ 817 લોકોને નવજીવન મળ્યું છે.

રવિવારે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત હયાત રીજન્સી ખાતે આયોજિત “અંગદાન મહોત્સવ” કાર્યક્રમમાં તબીબી ક્ષેત્રના અગ્રણીઓ, ડોકટરો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, કોર્પોરેટ જગતના અગ્રણીઓ અને મીડિયા હાઉસના વરિષ્ઠ પત્રકારો હાજર રહ્યા હતા.

ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે “ અંગોનું દાન એ પણ એક પ્રકારે જીવન દાન જ છે. આજે મેડીકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે પરંતુ આ પ્રવૃત્તિને તબીબી પ્રવૃત્તિઓની મુખ્યધારા સાથે જોડવા માટે આ અંગે વધુ જાગૃતિ લાવવી પણ જરૂરી છે અને પરિવારોને આ અંગે સમાજ આપવી પણ જરૂરી છે. આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યમાં જોડાવા માટે આને એક મિશન તરીકે લઈને બીજા લોકોને જીવન વધુ સારું જીવન પ્રાપ્ત કરવામાં મદદ કરીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે અંગદાન માટેની ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારે બજેટરી સહાય પણ કરી છે.

આ પ્રસંગે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી,ગુજરાત ચેપ્ટરના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, “જો ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સહયોગ આપે અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સહકારી ક્ષેત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ અને મીડિયા સાથે મળીને આ હેતુ માટે પ્રયત્નો કરે તો આપણે અંગદાનમાં નવા શિખરો સર કરી શકીએ છીએ. જો આપણે વર્તમાન 25% કવરેજથી 100% કવરેજ સુધી પહોંચવું હોય, તો જન મર્થનની જરૂરી છે.”

સ્ટેટ ઓર્ગન ટિશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (SOTTO), ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત ચેપ્ટર અને ગુજરાત મીડિયા ક્લબ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ઈવેન્ટમાં દાતાઓ, ડોકટરો, સંયોજકો, પોલીસ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારી વિભાગો સહિત સમાજના દરેક ‘અનસંગ હીરોઝ’ને સન્માનવામાં આવ્યા હતા.

સુરત, અમદાવાદ, રાજકોટ, ભુજ જેવા સ્થળોથી આવેલા આવા દસ દાતા પરિવારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી એ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે અથાક મહેનત કરતી બિન-સરકારી સંસ્થાઓ, સરકારી વિભાગો, પોલીસ અને ડોકટરોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

SOTTOના એકેડેમિશિયન અને એડમિનિસ્ટ્રેટર, ડૉ. ધવલ નાઈકે જણાવ્યું હતું કે, ” જ્યારે અમે લગભગ 6.5 વર્ષ પહેલાં સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું ત્યારે ગુજરાતએ એક ઈતિહાસ રચ્યો હતો. ગુજરાતની દૂરદર્શિ સેવા એવી એર એમ્બ્યુલન્સ દ્વારા ઝડપી અંગ/ડેડ બોડીપહોંચાડવા માટે સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત. ગુજરાત દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાઓ માંથી એક છે ગુજરાત સરકાર દ્વારા હૃદય અને ફેફસાના પ્રત્યારોપણના દર્દીઓ માટે રૂ. 7.5-10 લાખ સુધીની સહાય આપવાનું આયોજન.”

મીડિયાના પરિપ્રેક્ષ્યમાં, ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ નિર્ણય કપૂરે જણાવ્યું હતું કે, “મીડિયા અંગદાન ઝુંબેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે મીડિયા દ્વારા બતાવવામાં આવતી સાફલ્યગાથાઓ લોકોને આ માટે વધુ સંવેદનશીલ બનાવે છે અને તેના વિશેના તેમના અભિગમબદલે છે. જી.એમ.સી.માં લગભગ બે વર્ષ પહેલાં અમે આ ચળવળમાં જોડાયા હતા અને અમને આનંદ છે કે આ ઝુંબેશ હવે આ સ્તર સુધી પહોંચી છે.”

મુખ્યમંત્રી એ આરોગ્ય સંબંધિત મુદ્દાઓને આવરી લેવામાં તેમના યોગદાન બદલ મીડિયાકર્મીઓનું પણ સન્માન કર્યું હતું. જેમાં એબીપી અસ્મિતાના રોનક પટેલ, રોઇટર્સના ફોટો જર્નાલિસ્ટ અમિત દવે, દિવ્ય ભાસ્કરના શાયર રાવલ અને અમદાવાદ મિરર અખબારના બ્રેન્દન ડાભીનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન મેડીકલ એસોશીએશનની ગુજરાત શાખાએ મુખ્યમંત્રી ને ગુજરાતમાં અંગદાન અંગેનું વિઝન ડોક્યુમેન્ટ 2023 સોંપ્યું હતું. વિઝન ડોક્યુમેન્ટમાં અંગદાન માટે લીડીંગ મોડેલ બનવાના ઉદ્દેશ્ય સાથે મજબૂત અંગદાન ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા વિશે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *