ગાંધીનગર, સંજીવ રાજપૂત: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાયો હતો. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા હતા.
સેન્ટ્રલ રિઝર્વ પુલિસ ફોર્સની અમદાવાદ ૧૦૦ બીએન રેપિડ એક્શન ફોર્સ દ્વારા ટ્રેડ શોની બહાર ખુલ્લી જગ્યામાં તેમના દ્વારા ભીડને કાબૂમાં લેવા વાપરવામાં આવતાં વિવિધ પ્રકારના હથિયારના ઉપયોગ મુલાકાતીઓને માહિતગાર કરવા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
લેથલ વેપન્સ, હેન્ડ ગ્રેનેડ, ગેસ ગન, ટિયરસ્મોક, શોક બેટન, એન્ટી રાયટ ગનના સહિતના હથિયારો વિશે મોટી સંખ્યામાં મુલાકાતીઓએ રસપૂર્વક માહિતી મેળવી હતી.