ગાંધીનગર, સંજીવ રાજપૂત, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ઓએનજીસીનો સ્ટોલ મુલાકાતઓ માટે રસનો વિષય બન્યું છે .સામાન્ય રીતે પેટ્રોલ- ડીઝલને આપણે ભલે ઇંધણ તરીકે જોતા હોઈએ પરંતુ જમીનમાંથી નીકળતું ક્રુડ ઓઇલ આપણા વાહન સુધી પહોંચે છે ત્યાં સુધી ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.
આ સમગ્ર પ્રક્રિયાઓને સરળ ભાષામાં ONGCના અધિકારીઓ સમજાવી રહ્યા છે .આ વિષયમાં મુલાકાતઓને ખૂબ રસ પડ્યો છે.આબેહૂબ નિદર્શન કરતો મોડેલ પણ અહીં રજૂ કરવામાં આવ્યું છે
ક્યારેક પેટ્રોલ કે ડીઝલ કુદરતી રીતે નથી નીકળતું ત્યારે તેને હાઈડ્રોફુલ્લિક ફ્રેક્ચરિંગ પદ્ધતિ દ્વારા જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે આ પદ્ધતિ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ હાલમાં વપરાય છે આ પદ્ધતિનું ઝીણવટ પૂર્વકનું નિદર્શન સ્ટોલમાં કરવામાં આવ્યું છે ગ્લોબલ ટ્રેડ શો માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ શિક્ષણ આપતું એક હરતું ફરતું માધ્યમ બન્યું છે.