Latest

જામનગરમાં વિહિપ-બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાને ઠેર ઠેર આવકાર, ધારાસભ્ય સહિતના મહાનુભાવો જોડાયા, આજે રાત્રે ભવ્ય લોક ડાયરો

જામનગર : સંજીવ રાજપૂત: જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રામાં સ્વયંભૂ ધર્મ પ્રેમીઓ ઉમળકાભેર જોડાઈ રહ્યા છે. ગઈકાલે બુધવારે જામનગર શહેરના જૂની જેલથી પ્રસ્થાન કરેલી શૌર્ય જાગરણ યાત્રા શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તાર, શંકર ટેકરી, ઉદ્યોગ નગર, સુભાષ પરા, વિશ્રામ વાળી, હિંગળાજ ચોક સહિતના વિસ્તારોમાં ફરી બપોરે વિરામ લીધો હતો.

બપોર બાદ આ યાત્રા ગોકુલ નગર રડાર રોડ ઉપરથી પસાર થઈ સોમનાથ સોસાયટી, શ્યામ નગર, ઉદ્યોગ નગર, સત્યમ કોલોની રોડ, શિવમ સોસાયટી, સુન્દરમ કોલોની, પ્રવીણ દાઢી ની વાડી, આઇઓસી કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક, રામકૃષ્ણ સોસાયટી, શક્તિ સોસાયટી, કૃષ્ણનગર, જનતા ફાટક, રણજીત નગર, લેઉવા પટેલ સમાજ, હીરજી મિસ્ત્રી રોડ, દિગ્વિજય પ્લોટ 64 થઈ ફરી વલ્લભનગર શંકર ટેકરી વિસ્તારમાં રાત્રીના પહોંચી હતી જ્યાં સમરસતા સાથે આ શૌર્ય જાગરણ યાત્રાએ વિરામ કર્યો હતો.

જામનગરમાં શૌર્ય જાગરણ યાત્રાને જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, લોહાણા મહાજન ના પ્રમુખ જીતુભાઈ લાલ, અગ્રણી બિલ્ડર ભાવેશભાઈ કાનાણી, સ્વામી વિવેકાનંદ કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપરાંત જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ, શ્રી મા શારદા દેવી મહિલા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, બંસી શૈક્ષણિક સંકુલ સહિતની વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓએ શૌર્ય જાગરણ યાત્રા લઈ પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિહિપના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, મંત્રી હેમતસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી,માતૃશક્તિ ના પ્રાંત સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, રેખાબેન લાખાણી, ભાવનાબેન ગઢવી, સ્વરૂપબા જાડેજા સહિતના અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જામનગરના વિવિધ વિસ્તારોમાં આ યાત્રાને ઠેર ઠેર રંગોળી, શેરી મોહલના શણગારી ધર્મમયી વાતાવરણમાં આવકાર મળી રહ્યો છે. આજે રાત્રે આ યાત્રા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફરી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ્યાં માયાભાઈ આહીર, પુનમબેન ગોંડલીયા, રાજુભાઈ સાકરીયા અને ગંભીર ભાઈ આહીર સહિતના કલાકારો અને સાજિંદાઓ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સંપન્ન થશે. આ લોક ડાયરા પૂર્વે જામનગર અને ખાસ આમંત્રિત કરાયેલા સંતો મહંતો દ્વારા ધર્મ સભા પણ યોજાશે અને બાદમાં લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે

જે માં ઉપસ્થિત ખ્યાતનામ કલાકારો શૌર્યની ગાથા અને વજન ડાયરાની રંગત જમાવશે. આ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય મહાસભા ગુજરાતના યુવા અધ્યક્ષ રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા) ઉપરાંત વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર લોક ડાયરા અને ધર્મસભાનું લાઈવ પ્રસારણ જય કેબલ નેટવર્ક પર મનસુખભાઈ રાબડીયા અને શુભમ સ્ટુડિયોના રાજુભાઈ પટેલ તેમજ તેની ટીમ દ્વારા કરવામાં આવનાર છે. તો આ ભવ્ય લોક ડાયરામાં સૌ કોઈને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *