Latest

માં આશાપુરાના દર્શને ચાલતા જતા પદયાત્રીઓ માટે 76 વર્ષના બાનો આખો પરિવાર છેલ્લા 31 વર્ષથી સતત સેવા આપે છે..

જામનગર, સંજીવ રાજપૂત: કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે માં આશાપુરના દર્શન માટે પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે. દૂર દૂરથી માઇભક્તો પગે ચાલીને માં આશાપુરના દર્શનનો લાભ લઇ આશીર્વાદ પ્રાપ્ત કરશે અને ધન્યતા અનુભવશે ત્યારે જામનગરના ગુલાબ નગર ખાતે આશરે 76 વર્ષના રાજકુંવરબા જાડેજાનો પરિવાર 31 વર્ષ થી માતાના મઢ પર જતાં પદયાત્રિકોને ની:સ્વાર્થ સેવા અર્પણ કરી રહ્યો છે.

કચ્છના માતા ના મઢ ખાતે આરાધ્ય દેવી માં આશાપુરના દર્શને જવા પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે ઠેર ઠેર ભક્તોની સેવા માટે સેવા કેમ્પ લાગી રહ્યા છે ત્યારે જામનગરના ગુલાબનગર ખાતે આવેલ ઓમ શ્રી જય આશાપુરા મિત્ર મંડળ છેલ્લા 31વર્ષથી માઇભક્તોને અવિરત સેવા અર્પણ કરી રહ્યું છે.

આ પરિવાર અને સેવા કેમ્પના સર્વેસર્વા કહી શકાય એવા આશરે 76 વર્ષના રાજકુંવરબા જાડેજા પૂર્ણ ભક્તિ અને શક્તિ સાથે આ આયુમાં પણ પોતાના પરિવારના તમામ લોકો સાથે માં આશાપુરાની સેવા કાજે 31 વર્ષથી પગપાળા જતા ભક્તો માટે નિરંતર ચા, નાસ્તો, ભોજનનો પ્રસાદની સેવા આપતા નજરે પડે છે.

બા ની વાત કરવામાં આવે તો તેઓ સાથે વાતચીત મુજબ તેમણે 8 લોકોના સંઘરૂપે માતાના મઢ પગપાળા જવાનું શરૂ કર્યું હતું અને ધીરે ધીરે પોતાના પરિવારને માં ના સેવા કાજે જોડ્યો અને આખાય પરિવારને સેવા માટે જોડે છે.

હવે આ ઉંમરે પણ હવે તેઓ પરિવારના લોકો સાથે માં આશાપુરાની સેવા કરવાના પ્રણ સાથે માઇભક્તોની સેવા કરવા પાછા પડતા નથી. આ સેવા કેમ્પમાં બાના પરિવારના મહિલાઓ, બાળકો સહિત તમામ સભ્યોમાં આશાપુરાની સેવા કાજે જોડાય છે અને આવનારી પેઢી પણ આ સેવા આપતી રહેશે.

આજેય પણ આ ઉંમરમાં પણ બાની માઇભક્તોની સેવકાજે હિંમત, આસ્થા અને અતૂટ શ્રદ્ધા સાથે નિ:સ્વાર્થ સેવા ભકતોને મીઠા બોલ સાથેના પ્રસાદ ગ્રહણના આવકારના સ્મિત સાથે જોવા મળે છે. ત્યારે પરિવારના સભ્યો પણ બાની સેવા અને તેમના દ્વારા અપાતી સેવા દ્વારા ગર્વ સાથે ધન્યતા અનુભવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *