Latest

ગુજરાત વિધાનસભા ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

ગાંધીનગર, સંજીવ રાજપૂત: સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાને વરેલા તથા અંત્યજોના ઉદ્ધારક, અસ્પૃશ્યતા નિવારક, નશાબંધી, સ્વાવલંબન અને સ્વદેશીનો વંટોળ ઉભો કરનાર મહાપુરુષ અને ગ્રામોદ્ધારક પૂજ્ય મહાત્મા ગાંધીજીના ૧૫૪ મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને ગાંધીનગરના મેયર હિતેષભાઈ મકવાણા દ્વારા વિધાનસભા પટાંગણમાં આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અને વિધાનસભા ગૃહ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ કહ્યું હતું કે ગાંધીજીના જીવન સંદેશને સૌ નાગરિકોએ આત્મસાત કરવો જોઈએ. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી સમગ્ર રાષ્ટ્ર આજે ખરા અર્થમાં તેમની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યઓ, વિધાનસભાના ઉચ્ચ અધિકારી/કર્મચારીઓ સહિત કસ્તુરબા ગાંધી સ્ત્રી અધ્યાપન મંદિર, કોબાની વિદ્યાર્થિનીઓ-શિક્ષકોએ ઉપસ્થિત રહીને પૂજ્ય મહાત્મા ગાંધીજીના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી તેમના જીવનના આઝાદી સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *