જામનગર: જામનગરના ધ્રોલ પાસે આવેલ બી એમ પટેલ સ્કૂલમાં રાષ્ટ્રીયવિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોમાં છુપી પ્રતિભાને ઉજાગર કરતા આવિષ્કાર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોતાના મિશનમાં સફળ થવાનો એક જ રસ્તો છે, કોઈ પણ કામને પુરી લગન સાથે કરો: આ શબ્દો છે મહાન વૈજ્ઞાનિક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામજીના. 28 ફેબ્રુઆરી દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે જામનગરના ધ્રોલ પાસે આવેલ શ્રી ઉમા એજયુકેશન ટ્રસ્ટ વાંકિયા સંચાલિત શ્રી બી.એમ.પટેલ સ્કૂલમાં સુકલના બાળકોમાં છુપાયેલ પ્રતિભા બહાર લાવવવાના ઉદ્દેશ સાથે આવિષ્કાર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના દરેક વિદ્યાર્થી દ્વારા ગણિત અને વિજ્ઞાનના વિવિધ પ્રયોગો તેમજ મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ 1 થી 9 તેમજ 11મા ધોરણના સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આ વિજ્ઞાન મેળામાં પોતાના પ્રોજેકટ બનાવવા પહેલેથી અથાગ મેહનત કરી હતી અને વિજ્ઞાન મેળા દરમ્યાન ચંદ્રયાન, સ્પેસ સટલ અને અવનવા રોમાંચિત કરે તેવા પ્રોજકટ મોડલ રજૂ કર્યા હતા. સ્કૂલના સંચાલક જીજ્ઞેશભાઈના જણાવ્યા મુજબ હાલની શૈક્ષણિક પોલિસીને જોતા બાળકોને પ્રેક્ટિકલ જ્ઞાન હોવું જરૂરી છે અને નવા નવા આઈડિયા સાથે આજની જનરેશન હંમેશા કાંઈક કરી બતાવવાની ખેવના સાથે સતત આગળ વધી રહી છે ત્યારે બાળકોને વિવિધ રીતે પ્રોત્સાહિત કરી તેમનામાં છુપાયેલ શક્તિઓને બહાર લાવી તેઓ ભવિષ્યમાં ભારતનું નામ રોશન કરે તેવા પ્રયાસો અમારા દ્વારા સતત કરવામાં આવે છે.
વિજ્ઞાન મેળામાં બાળકોનો ઉત્સાહ વધારવા ધ્રોલ તાલુકા અધિકારી સાકરીયા, મામલતદાર ઝાપડા, ધ્રોલ પી.એસ.આઈ પનારા, ધ્રોલ તાલુકા વિકાસ અધિકારી બ્રિજેશભાઈ, જોડિયા મેજિસ્ટ્રેટ શ્રીમતી સુદેશ ગીલ, શાળાના સમગ્ર ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, સહિત વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે બાળકોને ચાઈલ્ડ સાઈન્ટીસ્ટ એવોર્ડ એનાયત આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.