શિકાકંપાની સીમમાં વિજતારના તણખાથી ઘઉંનો પાક બળીને ખાખ ખેડૂતોને માથે આભ ફાટયા જેવી વિકટ પરિસ્થિતિ
કપિલ પટેલ અરવલ્લી
ધનસુરા ના શિકાકંપાની સીમમાં આવેલ એક ખેતરમાં ગુરુવારે વિજતરમાં તણખા થતા ઘઉંના પાક માં આગ લાગી હતી આગને લઈ 5 વિઘામાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળી ખાખ થઈ જતા ખેડૂતો રોષે ભરાયા હતા શીકા કંપાની સિમમા પટેલ સુરેશભાઈ પ્રેમજીભાઈ નું ખેતર આવેલું છે જેમાં 10 વીઘા ખેતર માં ઘઉંનું વાવેતર કરેલ હતું.અને તૈયાર થયેલ ઘઉંનો પાક લેવાની તૈયારી હતી.
ત્યારે ગુરુવારે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનના વિજતારમાંથી તણખા ઝડતા ઘઉંના પાક માં આગ લાગી હતી જેને લઈ 5 વિઘામાં ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. પવનની દિશા બદલાતા અને ખેડૂતોની મહેનત ને લઈ બાકીના 5 વિઘામાં તૈયાર થયેલ ઘઉંના પાક ને બચાવી લીધો હતો.
આ અંગે મળેલ વિગતો મુજબ શિકાકંપાના ખેડૂતે વિજકંપનીમાં ફોન કરીને જાણ કરતા વિજકંપનીના અધિકારી એ સર્વે માટે ટિમ મોકલવાનું જણાવ્યું હતું.ખેતર ઉપર થી પસાર થતી વિજલાઈનની હાલત ખુબજ જોખમી હોય ખેડૂતો માથે લટકતી તલવાર જેવી હાલત થઈ છે ખેતરોમાં ઘઉંનો તૈયાર પાક લેવા માટે ખેડૂતો વિજતારને લઈ હાર્દવેસ્ટર નો પણ ઉપયોગ કરી શકતા નથી.
પવનની દિશા બદલાતા 5 વિઘમ ઘઉંનો પાક બચાવી લેવાયો
શિકાકંપાની સીમના ખેતરો ઉપરથી પસાર થતી વિજલાઈનના તારમાંથી તણખા ઝડતા ઘઉંના તૈયાર પાક માં આગ લાગી હતી જોકે પવનની દિશા બદલાતા અને ખેડૂતો ની મહેનતે અડધો પાક બચાવી લેવાયો હતો
વિજપોલ વિજતાર નમી જતાં ખેડૂતો મુશ્કેલી માં મુકાયા
ખેતરોમાંથી પસાર થતી વિજલાઈનોના તાર નીચા ઉતરી જતા અને પવનને લઈ તાર એકબીજા ને અથડાતા ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટના બની હતી વિજકંપની દ્વારા લાઈનોના નમી ગયેલા વિજપોલ તેમજ વિજતારનું મેઈટેનન્સ ન થતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા રહ્યા છે
વિજપોલ હટાવવા માટે બે માસ અગાઉ ખેડૂતે આપી હતી અરજી
શિકાકંપા ના ખેડૂત સુરેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે તમેના ખેતરમાંથી પસાર થતા વિજપોલ જોખમી હોય તે અંગે કાર્યવાહી કરવા વીજ કંપની ને બે માસ અગાઉ લેખિત જાણ કરવામાં આવી હતી પરંતુ વીજ કંપનીની આળસ ના કારણે ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.