સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી ખાતે સુરસાગર ડેરી વઢવાણ ની 48 મો વાર્ષિક સાધારણ સભા દબદબા ભેર યોજાય હતી જ્યારે પશુપાલનના ધંધામાં આશરે 70 ટકા થી 80 ટકા જેટલા ખર્ચ પશુના ખોરાક ઉપર થાય છે ત્યારે વધુ દૂધ ઉતાપદન માટે પશુના સારા સ્વાસ્થ્ય માટે ઉચ્ચ ગુણવત્તાનું ખાણ દાણ આપવું ખૂબ જ જરૂરી છે પશુ પાલકોને ઉચ્ચ ગુણવત્તા વાળું ખાણ દાણ વ્યાજબી ભાવે સમયસર મળી રહે તે માટે સુર સાગર ડેરી દ્વારા સુરસાગર દાણ પણ ચાલુ કરવામાં આવે છે સુરસાગર દાણ દુધાળા પશુઓની જરૂરિયાત મુજબ વૈજ્ઞાનિક તૈયાર કરવામાં આવે છે સુરસાગર દાણ ને તમામ પ્રકાર ના અનાજ, કઠોળ, મિનરલ, અને ફેટ દ્વારા તૈયાર કરવામાં આવે છે તેમ સુર સાગર ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડે જણાવ્યું હતું…
અને કાર્યક્રમ માં ઉપસ્થિત રહીને ગુજરાત સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધ્રાગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા પાટડી ધારાસભ્ય પી. કે. પરમાર, અને સુરસાગર દૂધ ઉત્પાદક ડેરી ના ચેરમેન બાબાભાઈ ભરવાડ ના વરદ હસ્તે સુરેન્દ્રનગર ની સુર સાગર ડેરીના દૂધ ઉત્પાદક સદસ્યો ના મરણો ઉપરાંત અને વીમા યોજના સહિતના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા…
તેમજ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી સંઘના ડિરેકટર, પ્રતિનિધિ, સદસ્યો, માલધારીઓ તેમજ દૂધ ઉત્પાદક તમામ સદસ્યો, ભાજપ ના સક્રિય હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યા ઉપસ્થિત રહિયા હતા
રિપોર્ટર વલ્લભભાઈ રાઠોડ લીંબડી