ગુજરાતની શાળામાં હાલ મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે સરકાર દ્વારા પ્રાથમિક થી માધ્યમિક શાળામાં 10 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે એ બાબત સ્પષ્ટ કરે છે કે ગુજરાતની શાળામાં શિક્ષકોની ઘટ તો છે જ.
આ જાહેરાત તો કરવામાં આવી પરંતુ શિક્ષકોની ભરતી ચાલુ કરવામાં હજુ આવી નથી અને બીજી બાજુ ટેટ અને ટાટના ઉમેદવારો બેરોજગાર છે.
માધ્યમિક શાળાના આવેલા પરિણામ પર નજર કરીએ તો ગુજરાતની 174 શાળાની પરિણામ શૂન્ય આવ્યું છે.અને જનરલ પરિણામ પણ છેલ્લા વર્ષ કરતા 5 ટકા જેટલું નીચું આવ્યું છે.
મોટા ભાગના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનમાં નાપાસ થયેલ છે કારણ કે માધ્યમિક શાળાના શિક્ષણના પાયામાં પ્રાથમિક શિક્ષણ રહેલું છે જોકે ગુજરાતની પ્રાથમિક શાળામાં જ પૂરતા વિષય શિક્ષકો નથી.જે બાળક પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાન અને ભાષામાં નબળું હોઈ એ મોટા ભાગે માધ્યમિકમાં પણ નબળું જ જોવા મળે છે.હાલ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળામાં શિક્ષક ભરતીના ફોર્મ ભરાય ગયા છે પણ એમની ભરતી હાલ અટકેલી પડી છે.ઓગષ્ટમાં શાળા ચાલુ થવાની છે અને સામે શાળામાં શિક્ષકો છે નહીં તો બાળક કઈ રીતે અભ્યાસ કરશે આ સવા મણનો સવાલ સરકાર સામે આવીને ઉભો છે.જો શિક્ષણના રથને આગળ વધારવો હશે તો શાળામાં શિક્ષક ભરતી કરી ગુજરાતના ટેટ અને ટાટ પાસ લાયક ઉમેદવારની ભરતી કરવી પડશે એવું ટેટ/ટાટ પાસ ઉમેદવાર હરદેવ વાળા એ જણાવ્યું હતું.