કિશોરીઓમાં માસિક સ્વાસ્થ્ય અંગે સાચી માહિતી તથા જાગૃતિ મળે તે માટે ધબકાર ફાઉન્ડેશન દ્વારા માજીરાજબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સેમિનાર યોજવામાં આવેલ જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા ઉદ્યોગ ભવનના ડેપ્યુટી કમિશ્નર સુ.શ્રી. તન્વીબેન પટેલએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ
અતિથિ વિશેષ તરીકે ગાયનેકોલોજિસ્ટ ડો.રૂપલ બાંભણીયા,આરોગ્ય વિભાગના આર.પી.સી.યોગેશ્વર ઉપાધ્યાય ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ ગાયનેકોલોજિસ્ટ ડો.રૂપલબેન દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટશન દ્વારા વિગતવાર માર્ગદર્શન પૂરું પાડેલ જેમાં કિશોરાવસ્થામાં આવતા પરિવર્તન,માસિક ચક્ર,માસિક દરમ્યાન સ્વચ્છતા,સમતોલ આહાર, સેનેટરી પેડનો યોગ્ય નિકાલ વિશે વિગતવાર સમજ આપેલ. ઉપસ્થિત તમામ દ્વારા રેડ ડોટ ચેલેન્જ કરવામાં આવી તથા મેન્સ્ટ્રુઅલ બ્રેસલેટનું અનાવરણ કરવામાં આવેલ તથા માસિક અંગે ગેરમાન્યતાઓ ત્યજી જાગૃત થવા અપીલ કરવામાં આવેલ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા