Politics

જામનગર ખાતે જિલ્લા ભાજપ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે.

જામનગર: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમની રૂપરેખા માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું.

6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર બીજેપી યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય જામનગર ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમને લઈ યુવા મોરચાના અધ્યક્ષ દિલીપસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

દિલીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ભાજપ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે 6 એપ્રિલ 2022ના રોજ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના માધ્યમથી ભારતના વીર શહીદો તેમજ સ્વાતંત્રસેનાનીઓ માટે આઝાદી અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા સમગ્ર ગુજરાતમાં 3 હજાર કિલોમીટર ફરશે અને આ યાત્રા જામનગર ખાતે 12 તારીખે પણ આવનાર છે ત્યારે જામનગર ખાતે પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.આ યાત્રાનું વિવિધ વિસ્તારોના રોડ પર ભાજપ કોર્પોરેટર પદાધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ યાત્રાનો હેતુ યુવાઓમાં દેશભક્તિ અને ભારત માટે બલિદાન આપેલ શહીદ વીરોના માટે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભાવ તેઓમાં જોવા મળે તે છે.

આ પ્રેસ વાર્તામાં યુવા મોરચા અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા, યુવા મોરચા મહામંત્રી ચિંતન ચોવટીયા તથા વિરલ બારડ,યુવા મોરચા ઉપાધ્યક્ષ કાર્યક્રમ ઇન્ચાર્જ દુષિયંત સોલંકી કળશ ના ઇન્ચાર્જ કરશન ડેર, મીડિયા વિભાગ, ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *