Sports

માયાનગરી મુંબઈ મા અંબાજી ની ટીમ ભૂદેવ ફાઈટર્સ ફાઇનલ મેચ મા વિજેતા થઇ

નાગદા બ્રાહ્મણ સમાજ દ્વારા મુંબઈ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.બ્રાહ્મણ સમાજ દ્વારા અલગ અલગ ક્રિકેટ ટીમ ઉતારવામાં આવી હતી,ત્યારે અંબાજીની ટીમ ભૂદેવ ફાઈટર્સ સળંગ 4 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી.

ફાઇનલ મેચમાં ભૂદેવ ફાઈટર્સ અને જાગેશ્વર સેના (સુરત) વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો જેમાં ભૂદેવ ફાઈટર્સની ટીમ વિજેતા થઈ હતી.
ફાઇનલ મેચમાં ભૂદેવ ફાઈટર્સ 17 રનથી વિજય થઈ હતી .

મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેસ્ટમેનની ટ્રોફી પાર્થ જોશીને આપવામાં આવી હતી જયારે મેન ઓફ ધ સીરીઝ જીગ્નેશ જોશી ને અપાઈ હતી .અંબાજી ની ટીમ ભુદેવ ફાઈટર્સ વિજેતા થતા નાગદા બ્રહ્મ સમાજ દ્વારા ટીમને ટ્રોફી અને ઈનામી રકમ આપવામાં આવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *