Sports

ભાવનગર અને બોટાદમાં ‘સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૩’ ના ઝોન કક્ષાની સ્પર્ધામાં બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો જોડાયા

ભાવનગર મેયર અને શહેર પ્રમુખે દોડમાં ભાગ લઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા ની અધ્યક્ષતામાં ભાવનગર લોકસભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરાયેલ સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૩ ના બીજા દિવસે બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો જોડાયા હતા.

સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાવનગર જિલ્લા, મહાનગર પાલિકા તેમજ બોટાદ જિલ્લા ખાતે ૧૦૦ મીટર / ૫૦ મીટર દોડ, લાંબી કુદ, ગોળાફેક, લીંબુ ચમચી, શુટિંગ બોલ, ખોખો સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સ્પર્ધામાં ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ અને શહેર ભાજપ પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણે દોડમાં ભાગ લઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે તા. 19 ઓક્ટોબરના રોજ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત દક્ષિણામૂર્તિ ખાતે ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડયા, બી. એમ. કોમર્સ કોલેજ ખાતે મેયરશ્રી ભરતભાઇ બારડ, ક્રાઇસ્ટ સ્કુલ ખાતે સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે શ્રી અલ્પેશભાઈ પટેલ, કેપીઈએસ કોલેજ ખાતે શ્રી પાર્થભાઈ ગોંડલીયા, ધનેશ મહેતા હાઇસ્કુલ ખાતે શ્રી નરેશભાઇ મકવાણા, સહજાનંદ ગુરુકુળ ખાતે શ્રી કિશોરભાઇ ગુરુમુખાણી ઉપસ્થિત રહીને પ્રારંભ કરાવ્યો હતો.

આ ઉપરાંત મહુવા ખાતે કાર્યક્રમના પ્રારંભમાં ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, તળાજા ખાતે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને ભાવનગર જીલ્લા મહામંત્રી શ્રી સી.પી. સરવૈયા, પાલિતાણા ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી જિગરભાઈ વાઘેલા, શ્રી નાનુભાઇ ડાખરા, ગરિયાધાર ખાતે શ્રી રમેશભાઈ ગોયાણી અને ગોપાલભાઈ વાઘેલા, સોનગઢ ખાતે શ્રી ભાવનગર જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મુળજીભાઇ મિયાણી અને ભાવનગર જીલ્લા મહામંત્રી શ્રી ભરતભાઇ મેર, વલ્લભીપુર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ, ઉમરાળા ખાતે શ્રી રસીકભાઈ ભીંગરાડીયા અને પ્રતાપભાઈ આહિર, જેસર ખાતે શ્રી નીતેન્દ્રસિંહ સરવૈયા અને ડો. ભૂવા સાહેબ, ઘોઘા ખાતે દિગ્વિજયસિંહ ગોહિલ, ભાવનગર ગ્રામ્યમાં શ્રી રહેશભાઈ ફાળકી ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ ખેલ સ્પર્ધા બોટાદ જીલ્લાના ગઢડા ખાતે કાર્યક્રમના પ્રારંભમાં શહેર તેમજ ગ્રામ્ય મંડળના શક્તિ કેન્દ્ર ની સ્પર્ધા યોજાઇ આ સ્પર્ધા ના ઉદઘાટન પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમાર, બોટાદ જિલ્લા ભાજપના પૂર્વપ્રમુખ સુરેશભાઈ ગોધાણી બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી ભુપતભાઈ મેર, ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ માધુભાઈ વસાણી, ગઢડા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ રણજીતભાઈ ગોવાળિયા, હરેશભાઈ સોઢાતર સહિતના હાજર રહ્યા હતા. આ ઉપરાંત બરવાળા અને રાણપુર તાલુકામાં પણ સ્પર્ધા યોજાઇ હતી જેમાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *