કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજે ગુજરાત ના લિડિંગ અખબારો તેમજ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લા માં લાગેલા હોડીગ્સ દિવ દમણ ના પ્રશાસક પ્રફૂલભાઇ પટેલ પૂવઁ ગૃહ રાજયમંત્રી ના જન્મદિન ની જાહેરાતો અને જન્મદિવસ પ્રસંગે અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાં સૌહાદઁપૂણઁ ઉજવણી કરવામાં આવી હિમ્મતનગરના પૂવઁ ધારાસભ્ય તરીકે ગૃહમંત્રીનુ પદ શોભાવનાર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના અત્યંત નિકટવર્તિ વિશ્વસનીય અને વિકાસપુરુષ તરીકે હંમેશા સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની પ્રજાએ હરહંમેશા જેમને સાથ-સહકાર આપ્યો છે તેવા પ્રફૂલભાઇ પટેલના જન્મદિનની હિમ્મતનગર,તલોદ,ગાંભોઇ-
હડિયોલ ,મોડાસા,શામળાજી પંથકમાં ફળફળાદી વિતરણ, મીઠાઇ તથા કપડા વિતરણ, ગરીબ -મજૂર રાહદારીઓને ભોજન વિતરણ તથા રામરોટી સંચાલિત ભોજનાલય પુસરી માં મફત ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મોડાસા શહેરમાં પ્રફુલભાઈ પટેલના જન્મદિવસે લાગેલા હોડિંગ એ પ્રફુલપટેલ ને રાજ્યમાં વહીવટી કોઈ મોટી જવાબદારી કે ભારતીય જનતા પાર્ટી ના સંગઠન માં કોઈ વિશેષ જવાબદારી સોંપવામાં આવે તેવી દિવસ ભર રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું હતું ઉલ્લેખનીય છે કે કેટલીય રાજકીય ઉથલપાથલ વચ્ચે પણ પ્રજા હંમેશા વિકાસરત્ન રાજકારણીને હંમેશા ઝંખતી હોય છે.
પ્રફૂલભાઇ પટેલ પણ ગુજરાતના સક્રીય રાજકારણમાં મોવડીમંડળની પસંદ બને તો નવાઇ નહી તેવુ હાલના માહોલમાં પણ દેખાઇ રહયુ છે કેટલાક સ્વાર્થી અને દંભી નેતાઓ ને હોર્ડિંગ્સ અને પ્રફુલપટેલ ના સમર્થકોએ જન્મદિવસ શુભેચ્છાઓ ની જાહેરાતો થતાં પેટ તેલ રેડાયું હોય અને મોંઢા વીલા થઈ ગયા હોય તેવા થયેલા ની પણ ચર્ચામાં એ જોર પકડયું છે આવા હોર્ડિંગ્સ પહેલીવાર આટલી મોટી સંખ્યાબંધ લાગતા કઈ નાવજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા જોવું રહ્યું આવનારા દિવસોમાં કેવી જવાબદારી સોંપવામાં આવે છે કે કેમ પણ હાલ ગરમાગરમ ચર્ચાઓ જાગી છે