Latest

અંબાજી ની મૈત્રી સોસાયટી નો બનાવ!

આજે મૈત્રી સોસાયટી માં સવારે 8:00 વાગે કચરો વાળવા વાળી હીનાબેન વાલ્મિકી સોસાયટીમાંથી કચરો કાઢી રહી હતી ત્યારે એક ગાય તેની પાછળ દોડી અને શીંગડાથી નીચે પાડી મારવા લાગી ત્યારે બૂમો પાડતા હું લાકડી લઈ ને દોડ્યો અને ગાયને ભગાડી હીનાબેન ને સિંગડા થી મારતા તે ખૂબ ગભરાઈ ગયેલ તેને તેના પરિવારને તાત્કાલિક બોલાવી તાત્કાલિક હોસ્પિટલ પહોંચતી કરેલ અને તેના મામા ઇશ્વરભાઇ વાલ્મિકી જે મૈત્રી સોસાયટીમાં નોકરી કરે છે તેમને પૂછપરછ કરતા જાણ થઈ કે ડોક્ટરો એ તેમને પાલનપુર મોકલ્યા છે

આ હાદશો થવા પાછળનું કારણ કે સોસાયટીમાં ગેટ કે બાઉન્ડ્રી બિલ્ડર દ્વારા કરવામાં નથી આવી લોકોને મૈત્રી સોસાયટી ના બ્રોસર કાગળ પર ખુબ સરસ ગેટ બાઉન્ડ્રી બતાવેલ જે હાલમાં વર્ષો થયા નથી બની
મૈત્રી સોસાયટીના લોકો સાથે છેતરપિંડી કરી છે લોકો ખૂન પસીનો એક કરી જીવનમાં ઘર વસાવે છે બિલ્ડરો કમાણી કરી ફસાવે છે અને બીજું કે સોસાયટીમાં સવારમાં નાના નાના આદિવાસી છોકરાઓ ઘાસ વેચવા સવારમાં છ વાગ્યાથી આવી જાય છે જેના લાલચથી તેમનો ભણતર અને ઘડતર જોખમાય છે ભગવાન આ બિલ્ડરોને સદબુદ્ધિ આપે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *