bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૬૦ કિ.રૂ.૬,૦૨,૪૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને રાજય બહારથી જિલ્લામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાથી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૧/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી.ના માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ હેડ કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને ઇંગ્લીશ દારૂના જથ્થા અંગે મળેલ બાતમી આધારે કસ્તુરબા ઉત્તર બુનીયાદી વિદ્યાલયની નજીક આવેલ મયુરભાઇ રૂખડભાઇ વાળાના કબ્જા-ભોગવટાની વાડીએ રેઇડ કરતાં વાડીએ આવેલ ઢાળીયાની ઓરડીમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

આરોપીઃ-
1. મયુરભાઇ રૂખડભાઇ વાળા ઉ.વ.૨૧ રહે.કસ્તુરબા ઉત્તર બુનીયાદી વિદ્યાલય પાસે વાડી વીસ્તાર, મોટી પાણીયાળી,તા.પાલીતાણા જી.ભાવનગર
2. ઘનશ્યામભાઇ બોઘાભાઇ બારૈયા રહે. થોરાળી ગામ તા.પાલીતાણા જી. ભાવનગર (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. મેકડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્લી ૭૫૦ ML કાચની સીલપેક બોટલ નંગ-૧૨ ભરેલ પેટી-૧૨૦ બોટલ નંગ-૧૪૪૦ કિ.રૂ.૫,૪૦,૦૦૦/-
2. રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેક્ટ વ્હીસ્કી ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્લી ૭૫૦ ML કાચની સીલપેક બોટલ નંગ-૧૨ ભરેલ પેટી નંગ-૧૦ બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/-
3. પી.જી.વી.સી.એલ.નુ લાઇટ બીલ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૬,૦૨,૪૦૦/-નો મુદ્દામાલ

આ કામગીરીમાં જોડાયેલ પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,જયદાનભાઇ લાંગાવદરા,બાબાભાઇ હરકટ,ફાલ્ગુનસિંહ ગોહિલ,પાર્થભાઇ ધોળકીયા,વિશ્વજીતસિંહ ઝાલા,એજાજખાન પઠાણ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 431

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *