bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની સુપર્બ કામગીરી રોકડ રૂ.૧૦,૫૩૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતાં પાંચ માણસોને ઝડપી પાડયા.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૩૦/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી.ના માણસો નાઇટ રાઉન્ડમાં હતાં.તે દરમ્યાન જુગાર રમાતો હોવાની મળેલ બાતમી અંગે ભાવનગર,સાંઢીયાવાડ,ભીલવાડા સર્કલ પાસે રેઇડ કરતાં ગોળ કુંડાળુ વળી સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાનાં પાનાં પૈસા વડે હારજીતનો હાથકાંપનો જુગાર રમતાં નીચે મુજબના માણસો પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ

1. યાસર ફારૂકભાઈ રાઠોડ ઉ.વ.૨૩ રહે.બાબુ મહેતાની વાડી,કુરેશી ગેરેજ પાસે,રૂવાપરી રોડ,ભાવનગર
2. ફૈયાઝ મહંમદ રફીકભાઇ ઉર્ફે ફીરોજભાઇ ઘોઘારી ઉ.વ.૨૩ રહે.નેશનલ ટ્રેડર્સવાળો ડેલો,માર્કડભાઇની વાડી,રૂવાપરી રોડ,ભાવનગર
3. જાવેદખાન હબીબખાન પઠાણ ઉ.વ.૩૭ રહે.ખાન સાહેબનો ડેલો,કુરેશી મોટર ગેરેજવાળા ખાંચામાં,ભાવનગર
4. નવાબ ઇકબાલભાઇ દસાડીયા ઉ.વ.૨૬ રહે.બાબુ મહેતાની વાડી,કુરેશી મોટર ગેરેજની સામેના ખાંચામાં,રૂવાપરી રોડ,ભાવનગર
5. વસીમ મજીદભાઇ શેખ ઉ.વ.૨૮ રહે.ખાન સાહેબનો ડેલો,કુરેશી મોટર ગેરેજવાળા ખાંચામાં,ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧૦,૫૩૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૫૩૦/- નો મુદ્દામાલ

આ કામગીરીમાં એલસીબીના
પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી યુસુફખાન પઠાણ,વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

1 of 108

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *