bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે રોકડ રૂ.૧૧,૭૪૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં પાંચ પુરૂષોને ઝડપી લીધાં.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૩/૧૨/૨૦૨૩ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહુવા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભદ્દેશભાઇ પંડયા પો.કોન્સ.એલ.સી.બી.ભાવનગરનાઓને બાતમીરાહે હકિકત મળેલ કે,શામજીભાઇ પાંચાભાઇ કવાડ રહે.ખરેડ તા.મહુવાવાળાના મકાન પાસે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓ

1. શામજીભાઇ પાંચાભાઇ કવાડ ઉ.વ.૪૮

2. ઉકાભાઇ રાજાભાઇ બાંભણીયા ઉ.વ.૫૦

3. વશરામભાઇ ભગવાનભાઇ મકવાણા ઉ.વ.૫૫

4. કાળુભાઇ બાલાભાઇ ભાલીયા ઉ.વ.૪૧

5. રસીકભાઇ રવજીભાઇ શીંગડ ઉ.વ.૨૫ રહે. તમામ ખરેડ તા.મહુવા જી.ભાવનગર

રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલ

ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧૧,૭૪૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૭૪૦/- નો મુદ્દામાલ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી,ભદ્દેશભાઇ પંડયા,મહેન્દ્દસિંહ સરવૈયા વગેરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

1 of 108

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *