Latest

મંત્રમુગ્ધ કરી દેતો આહિરાણીઓનો “મહારાસ”

દ્વારકામાં આહિરાણીઓએ કર્યું ઇતિહાસનું પુનરાવર્તન, 37 હજાર આહિરાણીઓએ મહારાસ રમી સર્જ્યો વિશ્વ રેકોર્ડ… અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનનું આયોજન આહીરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકામાં યોજાય મહારાસ 37 હજાર આહિરાણીઓએ મહારાસમાં ભવ્ય રમઝટ બોલવી

આહીરાણીઓએ રાસની રમઝટ બોલાબી વિશ્વ રેકોર્ડ સર્જ્યો

શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે મહત્વનો ઈતિહાસ રચાયો સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે મહારાસના આયોજન નિમિત્તે 37 હજાર આહીરાણીઓએ રાસની ભવ્ય રમઝટ બોલાબી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.

શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં એક મહાન અને મહત્વનો ઈતિહાસ રચાયો છે. દ્વારકામાં આહીર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચડાવી હતી. બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસરમાં 37 હજાર આહિરાણીઓ મહારાસ લીધા હતા. બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન સાંભળવામાં આવ્યું હતું, ત્યારબાદ પારંપરિક પહેરવેશ અને આભૂષણો સાથે આહીરાણીઓએ મહારાસમાં રમઝટ બોલવી હતી.

આ પ્રસંગે માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભીબેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીર સહિતના કલાકારોના રાસના સંગતથી આહિરાણીઓએ મહારસમાં રમઝટ બોલાવી હતી. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો, જ્યાં 2 લાખથી વધુ લોકો અલૌકિક નજારો જોવા ઉમટ્યાં હતા.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *