bhavnagarBreaking NewsGujarat

ભાવનગર કલેકટર કચેરી ખાતેનાં આયોજન હોલમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી

કલેકટર કચેરી,ભાવનગર ખાતેનાં આયોજન હોલમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાંજિલ્લાની તમામ કચેરીઓનાં વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,ભાવનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ ભાવનગર જિલ્લાનાં તમામ વિભાગોની કામગીરી,સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી તેમજ વિભાગોનાં લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

જેમાં સાંસદ આદર્શ ગામ,સ્વચ્છ ભારત મિશન,પ્રધાનમંત્રી આવાસ યોજના,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના,શૈક્ષણિક યોજનાઓ,પશુપાલન,પુરક પોષણ,કિશોરી શક્તિ યોજના,પોષણ અભિયાન તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના,મધ્યાહન ભોજન યોજના,કુટીર ઉદ્યોગ,આંગણવાડીઓની સમીક્ષા,માતૃ વંદના યોજના,આરોગ્યક્ષેત્રે થયેલ કામો,સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ,સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો,કૃષિ ક્ષેત્રે થયેલ કામો,વીજળી,વાસ્મો,ભારત સંચાર નિગમ લિ.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,રેલ્વે,પાણી પુરવઠા,નેશનલ હાઇવે ઓર્થોરીટી, જિલ્લા ઉદ્યોગ,પી.જી.વી.સી.એલ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો,પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ અધીકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવા સુચન કર્યુ હતુ.

આ બેઠકમાં મેયર શ્રી ભરતભાઈ બારડ,જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા,મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાય,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી,નાયબ વન સંરક્ષકશ્રી સાદિક મુંજાવર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રીબેન જરૂ,તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ,નગરપાલિકાના પ્રમુખશ્રીઓ,વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ સહિતના તમામ દિશા કમિટીના સભ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 94

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *