bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર ના સુભાષનગર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો.મસમોટો ઇંગ્લિશ દારૂ નો જથ્થો પકડી પાડ્યો.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ આગામી દિવસોમાં આવનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/ માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૮/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ.પોલીસ સ્ટાફનાં માણસો ઉપરોકત સુચના અન્વયે ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.કો.અલ્ફાઝભાઇ વોરા બાતમી મળેલ કે,અજયભાઇ મોહનભાઇ ચૌહાણ રહે.પ્લોટ નં.૪૬/બી,શેરી નં.૦૨,રજપૂતવાડા,સુભાષનગર,ભાવનગરવાળો તેના કબ્જા ભોગવટાની ઓરડીમાં ગે.કા. ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી વેંચાણ કરે છે અને હાલ આ ઈંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક નાની-મોટી બોટલો તથા દેશીદારૂની બોટલો મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર શહેર,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-

1. સરફરાજ ઉર્ફે નનકો ઉર્ફે મુંગો રફીકભાઇ સૈયદ ઉ.વ.૧૮ રહે.પ્લોટ નં.૪૬/એફ, શેરી નં.૦૨, ૫૦-વારીયા, શંકર મંદીર પાછળ, સુભાષનગર, ભાવનગર
2. કેવલ ઉર્ફે સાંગો રમેશભાઇ સોલંકી રહે.શેરી નં.૨,રજુપતવાડા,સુભાષનગર,ભાવનગર (પકડવાના બાકી)
3. હીરેનભાઇ ગોબરભાઇ ઢાપા રહે.શેરી નં.૨,રજુપતવાડા,સુભાષનગર,ભાવનગર (પકડવાના બાકી)
4. શૈલેષભાઇ ઉર્ફે સન્ની રમેશભાઇ જાદવ રહે.મુખ્યમંત્રી આવવાસ,ભરતનગર,ભાવનગર (પકડવાના બાકી)
5. અફઝલભાઇ અસલમભાઇ પઢીયાર રહે.શિહોર તા.જી.ભાવનગર (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગvઅલગ કંપની સીલપેક નાની-મોટી બોટલ નંગ-૨૭૯૫ કિ.રૂ.૩,૫૮,૬૭૭/-, બીયર ટીન નંગ-૪૩૨ કિ.રૂ.૫૪,૦૦૦/-, દેશી દારૂની બોટલ નંગ-૮૯ કિ.રૂ.૪૦૦૫/-, પ્લાસ્ટીકનો કાગળ કિ.રૂ.૦૦/-, મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-,એકસેસ સ્કુટર રજી.નં.GJ-04-EC-1574 કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૪,૭૬,૬૮૨/-નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,વી.વી.ધ્રાંગુ તથા અરવિંદભાઇ મકવાણા,ભૈપાલસિંહ ચુડાસમા,ઘનશ્યામભાઇ ગોહિલ,ચંદ્દસિંહ વાળા,અલ્ફાઝભાઇ વોરા,લગ્ધીરસિંહ ગોહિલ,બળદેવભાઇ મકવાણા,સંજયસિંહ ઝાલા,સત્યજીતસિંહ ચુડાસમા,મજીદભાઇ શમા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *