bhavnagarBreaking NewsCrimeGujarat

ગંજીપત્તાનો તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા કુલ-૦૫ શકુનીઓને ઝડપી પાડતી ભાવનગર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાને ધ્યાને લઇ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારી ઓને સખત સુચના આપેલ.

તા.૧૯/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફના માણસો પાલીતાણા રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,થોરાળી ગામમા ગરાજીયા રોડ ઉપર આવેલ ધીરૂભાઇ પરશોતમભાઇ ખસીયાના રહેણાંક મકાનની સામે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માાણસો ગંજીપત્તાના પાના-પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઓઃ-
1. સુરેશભાઇ ગોબરભાઇ પરમાર ઉ.વ ૩૧
2. અશોકભાઇ ભુપતભાઇ વાઘેલા ઉ.વ.૩૨
3. કાન્તીભાઇ ભોપાભાઇ મકવાણા ઉ.વ.૩૬
4. તુષારભાઇ એભલભાઇ કંબોયા ઉ.વ.૨૦
5. ખુશાલભાઇ સુરેશભાઇ કંબોયા ઉ.વ.૨૦ રહે.તમામ થોરાળી તા.પાલીતાણા જી.ભાવનગર

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૧૮,૬૮૦/- મળી કુલ કિં.રૂ.૧૮,૬૮૦/-નો મુદ્દામાલ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા જયદાનભાઇ લાંગાવદરા,ફાલ્ગુનસિંહ ગોહિલ,હરિચંદ્દસિંહ ગોહિલ,પ્રજ્ઞેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા…

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 386

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *