bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૧૪ કિ.રૂ.૪૧,૪૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૪/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, પ્રદિપભાઇ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ રાઠોડ રહે.આનંદનગર રોડ,આડોડિયાવાસ, ભાવનગરવાળા તેના રહેણાંક મકાને ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર શહેર,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-પ્રદિપભાઇ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ રાઠોડ રહે.આનંદનગર રોડ,આડોડિયાવાસ,ભાવનગર (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-ઓફિસર્સ ચોઇસ કલાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની સીલપેક ૧૮૦ MLની બોટલ નંગ-૪૧૪ કિ.રૂ.૪૧,૪૦૦/-નો મુદામાલ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ,જયદિપસિંહ ગોહિલ,બ્રિજરાજસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *