bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં પરપ્રાંતીય બિયર ટીન નંગ-૩૬૦ કિ.રૂ.૩૬,૦૦૦/- સહિત કુલ રૂ.૧,૩૬,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૩/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા રહે.મેલડીમાંની ધાર,ખેડુતવાસ,ભાવનગરવાળો પોતાના કબ્જા-ભોગવટાની સફેદ કલરની સ્વીફટ કાર રજી. નંબર-GJ-13-N-4573માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર, બોરડી ગેટ, ગાંધી કોલોનીમાં જાહેર રોડ ઉપર ઉભેલ છે.જે બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબના ભારતીય બનાવટનાં કંપની સીલપેક બિયર ટીન ભરેલ પેટીઓ મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર શહેર,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-
1. હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા ઉ.વ.૨૨ રહે.પ્લોટ નંબર-૨૨૨,મેલડીમાંની ધાર,ખેડુતવાસ, ભાવનગર
2. ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઇ માળી રહે.રૂવા, ભાવનગર (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. કિંગ ફિશર એકસ્ટ્રા સ્ટ્રોંગ પ્રિમીયમ બિયર ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લી ૫૦૦ ML કંપની સીલપેક ટીન નંગ-૩૬૦ કિં.રૂ.૩૬,૦૦૦/-
2. સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ ડીઝાયર રજી.નંબર-GJ-13-N-4573 કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૩૬,૦૦૦/-નો મુદામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના સાગરભાઇ જોગદિયા,ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ,વિઠ્ઠલભાઇ બારૈયા,અનિલભાઇ સોલંકી,સંજયભાઇ ચુડાસમા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *